પૃષ્ઠ:Sorathi Santo.pdf/૩૮

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
પાંચાળનું ભક્તમંડળ
 


“ના ફુઇ, હવે તો જે કરે તે કરવા દેજો, હું હવે નથી આંહી રે'વાની.”

એટલું કહી પોતાની બચકી માથા પર મૂકી, રબારણ બહેનોની સાથે માંકબાઇ મોલડીને માર્ગે પડી. રસ્તામાં એને ઝંપ નથી. પેટમાં ફડકો બહુ જ છે. ઘડીયે ઘડીયે પાછળ જોતી જાય છે.

આ તરફથી જાદરો સીમમાં આંટો દઇ ભૂખ્યો તરસ્યો ફળીએ આવ્યો, ને આવતાંની વાર જ હાકલ દીધી કે “થાળી લાવ મારે માટે."

અંદરથી માએ ઉત્તર દીધો કે “માડી, થોડીકવાર થોભ્ય."

“કાં ?”

“માંકબાઇ મોલડી ગઇ છે, ને હું હમણાં રોટલા ટીપી દઉં છું.”

“મેલડી ગઇ ! કે'ની રજા લઇને ?”

"મારી.”

“મને પૂછ્યા વગર ? આજ કાં તો એના કટકા કરૂં, ને કાં ચોટલે ઝાલીને કેડેથી આંહી ફળીઆ સુધી ઢસરડી લાવું છું.”

એટલું બોલીને કોપાયમાન જાદરાએ બગલમાં તરવાર લઇ ઘોડી ઉપર રાંગ વાળી. ભાગે તો આંબવા ન દે, ને ભાગતાને બે ભરવા ન દે, એવી તો એની ઘોડી હતી. સીમાડે પહોંચે છે ત્યાં જ એણે રબારણોના ઘેરામાં ચાલી જતી પોતાની ગભરૂ સ્ત્રીને દેખી. “ ઉભી રેજે રાંડ !” એવી ચીસ પાડીને જાદરાએ ઘોડી દોટાવી. બીજી બાજુથી હંસલી જેવી કુમળી કાઠીઆણી પોતાનો જીવ લઇને નાઠી. આખી સીમનાં માણસોમાંથી જુવાનો ચસ્કા કરતા જાદરાને વારવા દોડ્યા, ને ડોસાઓ ફાળભર્યા જોઇ રહ્યા. પરંતુ સીમના લોકોએ એક કૌતૂક જોયું ! જાદરાની ને બાઇની વચ્ચે અંતર ભાંગતું જ નથી. સહુ વાતો કરવા લાગ્યા કે “આ તે શી લીલા ! આ દોડતાં હરણાંને પણ ઝપટમાં