પૃષ્ઠ:Sorathi Santo.pdf/૮૯

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૫૮
સોરઠી સંતો
 


લૂંટારાની આંખોની બન્ને ભમર ખેંચાણી: “કમણ છે ઇમડો માટી, કે માળી હારે હાલનારહીં લૂંટે ?”

“તવ્ય બાપ ! માળી હારે હાલનારહીં હું કી લૂંટાવા દીયાં ? પેલાં મુંહે વીંધુને પછેં લૂંટો.”

લૂંટારા કાંઇક ખચકાયા. દાના ભગતે આગળ ચલાવ્યું : “બાપ વીસામણ ! મેં તો જાણ્યો'તો કે આ હાંડલાં ચડતાં સે, તે અમે ભૂખ્યા સાધુડા તાળી હારે શીરામણી કરશું. આ હાંડલીમાં કાણું એાર્યો સે ભાઈ ?”

લૂંટારો લજવાઇ ગયો. અંદર આખા એક ઘેટાનું માંસ રંધાતું હતું, જીભ ઉપર શરમ ચડી બેઠી. જૂઠો જવાબ દીધો કે “ચોખા ચડે છે.”

“ચોખા તુંહેં વા'લા છે બાપ ?”

“વાલા તો હોય જ ના !”

“ત્યારે બાપ ! આ ભૂખ્યાં દુઃખ્યાં જાત્રાળુહીં દીયે યાનાં કિમાં પેટ ઠરહે ! તુંહે દુવા દેવે ! લાવ્ય લાવ્ય બાપ, શીરાવીએં.”

હાંડલી પાસે જઈને ભગતે ઢાંકણી ઉઘાડી લૂંટારાના ભેાંઠામણનો પાર નહોતો. હતો ઘાતકી, પણ લાજ શરમ નહોતી છૂટી.

પરંતુ લોકો કહે છે કે માંસને બદલે ચોખાની ફોરમ છૂટી. હાંડલીના મ્હોંમાં ધેાળાફુલ ચેખા ઉભરાણા.

“બાપ વીસામણ ! જીમી આસ્થા, ઇમું ભગવાન આપતો સે. તાળી આસ્થા તો જબ્બર છે. તું તો રામદે પીરનો અવતાર ! અને તાળી આ દશા ?"

વીસામણ પગમાં પડી ગયો.

“તું બહારવટીયો છો. જીમી તાળી બરછી વાગતી છે ને, ઇમાં જ તાળાં વેણ વાગશે.”

“કિસે જાઉં ?” લૂંટારાના હૃદયબંધ તૂટી ગયા.