પૃષ્ઠ:Sorathne Tire Tire.pdf/૭૬

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

There's a form that's fixed at the lattice pane,
To mark how the gloom gathers over the main.
While the goasty billows lash the shore,
With loftier sweep and hoarser roar.
That cheek! that form! oh whose can they be,
But a mother's who hath a child at sea ?

[3]

ઘેલાંતૂર સાગર-નીરને ફટકાવવા ધસનાર ઓતરાદા વાવડાની સૂસવાટીઓ એ વૃદ્ધાના લોહીને થિજાવી દેતી હશે. વીજળીની પહેલવહેલી લોહીવરણી રેખાઓને ભાળતા જ એના કલેજામાં ઠંડો હિમ થરથરાટ મચતો હશે. ખદખદ ઊકળતા સમદર-ચરુની સામે મોં ફાડતી અને જોરથી આંગળાં ભીડતી એ નિઃસ્તબ્ધ ઊભી રહે છે. ઓહ, ભાઈ! એના આ ગભરાટથી તમે ચકિત થતા ના. કારણકે - દરિયે સફર ખેડતા દૂધમલ પુત્રની એ માવડી છે.

The rushing whistle chills her blood,
As the North Wind hurries to scourge the flood
And the icy shiver spreads to her heart,
As the first red lines of lightning start.
The ocean boils! all mute she stands,
With parted lips and tight-clasped hands.
Oh! marvel not at her fear, for she
Is a mother who hath a child at sea.

4

એની કલ્પનામાં ખડું થાય છે એ ભીષણ દૃશ્યઃ ડાચાં ફાડતાં મોજાં વચ્ચે ઓરાયેલું એકાકી વહાણ : ખંડ ખંડ થઇ ભાંગેલો એનો કૂવાથંભ, અને ખડલો પર પછડાટા ખાતું એનું તળિયું : ઊંચકાઈ ઊંચકાઈને વહાણ પછડાય છે : જાણે પાતાલગર્તે ઊતરતું જાય છે : એવા કો વહાણને માથે ઊભો હશે મારો એકનો એક છૈયો - માથાબોળ મોજાંના માર ઝીલતો, ધામસ ઊલેચતો, અને આખર 'હે અલ્લા! હે અલ્લા!' એવી હતાશાની ચીસ નાખીને ડૂબતા વહાણને ચોંટી પડતો! - ઓહ, પાગલ કરી મૂકનાર એ કલ્પના છે. નથી, બીજી એવી એકેય હાય નથી જગતમાં - દરિયો ખેડતા છૈયાની માતૃ-છાતીમાંથી ઊઠે છે તેવી.

She Conjures up the fearful scene
Of yawning waves, where the ship between,