પૃષ્ઠ:Sorthi Geet Kathao - Jhaverchand Meghani.pdf/૧૦૬

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

' આરો ઊતરતે, પગ પરખાણો પુરુષનો,' થડક્યો થાનોલે, ખંભા સુધી ખીમરો. [3] [લોડણને તો, એ આહીરાણીઓ નદીનો આરો ઊતરતી હતી, ત્યારે જ તેમાં એક પુરુષનો પગ ઓળખાઈ ગયો હતો. સ્ત્રીવેશધારી ખીમરાની છલંગ અછતી નહોતી રહી. બીજી બધી સ્ત્રીઓ પાણીમાં ચાલીને આરો ઊતરતી હતી, ત્યારે ખીમરો જ નદીના પ્રવાહની ઉપર થઈને ટપતો હતો. નદી-પટ પર એની ફળ જોતાં જ જાણે કે મારા સ્તન ભાગમાં – છાતીમાં – છેક ખભા સુધી એ ખીમરાનું સ્વરૂપ થડકી રહ્યું હતું. (અથવા એ છલંગ મારતી વેળા ખીમરાનું ભરપૂર શરીર છેક ખભા અને છાતી પર્યંત થડકાર અનુભવી રહ્યું હતું.) એવું માંસલ, લોહી છલકતું. સુડોળ શરીર એ છલંગોની મસ્તીથી એટલું દીપી ઊઠ્યું કે લોડણને મોહ પ્રગટ થયો.] પછી મિલન વેળા વધુ પારખ્યોઃ [4] [હે ખીમરા ! તને તો બંને ભુજાઓ ભેગી કરીને, એટલે કે બાથ ભરીને હું મળી, તે વખતે મને ખાતરી થઈ કે તું નારી નહીં, પણ નર હતો.] પછી તારો કંઠ પ્રિય લાગ્યોઃ 3 તું મળતે મળિયાં, ભજ બેને ભેળાં કરે; નારી નૈ નરાં, ખરાં નીવડ્યાં ખીમરા ! [5] [હે ખીમરા ! મહુવર છોને વાંસળી બજાવે; એના સૂરથી મારું મન રાજી થતું નથી. પણ તારો સાદ તો મીઠો, ખાંડ કરતાંયે વધુ વહાલો લાગે તેવો સુંદર છે.] બધાં પાછાં વળે છે, નદીનો આરો ઊતરે છે, લોડણ જોઈ રહી છે, છતંગોને બદલે તો ખીમરો લથડિયાં ખાઈ રહેલો છે, એની મસ્તી ઊતરી ગઈ છે, લોડણ એને લપસતો દેખીને કહે છે: મર વાંસળિયું વાય, મવરે મન માને નહીં, સરવો તારો સાદ, ખાંડથી વાલો, ખીમરા ! [6] ' આંહીં જેમ સ્ત્રીવેશમાંથી પુરુષ પારખવાનું તત્ત્વ છે તેમ પુરુષવેશમાંથી સ્ત્રી પિછાનવાની એંધાણીઓ પણ લોકસાહિત્યમાં નોંધાયેલ છે દા.ત. પાણે પગ દઈએં નહીં, સેવાળેલ સગા ! લડથડ થા મા, લાડા ! ખીમા તુંને ખીમરા ! સોરઠી ગીતકથાઓ ચાલો મારા સાથી ! આપણા દરિયે નહાવા જઈએ રે, અસતરી હશે તો એ કાંઠે બેસી નાશે રે, પુરુષ હશે તો એ દરિયો ડોળી નહાશે રે. ભુજ 'બંને'નું ચારણી રૂપ. [‘તેજમલ ઠાકોર’, ‘રઢિયાળી રાત']

497

૪૯૭
લોકગીત સંચય
 

સોરઠી ગીતકથાઓ
૪૯૭