પૃષ્ઠ:Sorthi Geet Kathao - Jhaverchand Meghani.pdf/૧૮

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

મારી પૂર્વે છેલ્લાં દસ-પંદર વર્ષથી આ ક્ષેત્રમાં જે ભાઈઓ કાર્ય કરી ગયાં છે. તેઓનો તો મારા પ૨ ને આ વિષય પર મહદ્ ઉપકાર છે. ભાઈ શ્રી હરગોવિંદ પ્રેમશંકર, કહાનજી ધર્મસિંહ, જ. કા. પાઠક ને સ્વ. જીવરાજ ગોર જેવા પ્રારંભકો ન હોત તો મારું કામ દુર્ઘટ જ બની જાત. ઉસરડી ઉસરડીને એકઠું કરવામાં તો તેઓએ ઘણું ટાણાસર ને વિપુલ સાહિત્ય સંઘર્યું લેખાય. હું તો તેઓની પાછળ આવ્યો, બની શકે તેટલાં વિશેષ સાધનો દ્વારા વિશેષ સામગ્રી મેળવી. અને એ સમગ્ર સાહિત્યને મારી બુદ્ધિ પ્રમાણે સ્વચ્છ કરવાનું ને પાસાં પાડવાનું કામ હું કરી રહ્યો છું. લોકસાહિત્યને આપણે સર્વે મળી બને તેટલા નિર્મળ સ્વરૂપે ગુજરાતને હાથ સોંપતા જઈએ એ મારી ઉમેદ છે. સોરઠી ગીતકથાઓ

407

લોકગીત સંચય
 

સોરઠી ગીતકથાઓ