પૃષ્ઠ:Sorthi Geet Kathao - Jhaverchand Meghani.pdf/૨૭

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

સમસ્યા 15

'સો નર લીધા સામટા, નારી કહેવાય જેહ, તુજ રક્ષાને કારણે, હાથ ધરી મેં તેહ. [22] જવાબઃ માળા આવી સમસ્યાના સાચા ઉત્તરો મળવાથી સોનને શ્રદ્ધા બેઠી કે શિયોજી જેઠવો સાચો ગુણીજન છે. લગ્નની તૈયારીઓ થવા લાગી એવે એક દિવસ પ્રભાતે - ઊંચો ડુંગર આભપરો નીચી જેતાવાવ, પદમણીયું પાણી ભરે, હંસણી હારોહાર. [23] [ઊંચે આભપરાનો ડુંગર છે. તેની તળેટીમાં નીચે જેતાવાવ નામની વાવ છે. ત્યાં પલની જેવી રૂપવતી અને હંસ જેવી ચાલ્યવાળી નારીઓ પંક્તિબંધ પાણી ભરે છે.] એ પનઘટ પર સોનની દાસીઓ અને ગામના એક રાજકુંવર હલામણની દાસીઓ વચ્ચે ટંટો થયો. એટલે સોનની દાસી ગર્વથી બોલીઃ અમે પરદેશી પાન, વા વંટોળે આવિયાં. વરશું જેઠીરાણી, (તે દિ') મોંઘા થઈને મ્હાલશું. [241] [હે બાઈઓ ! અમે પરદેશનાં માનવી વંટોળિયામાં ઝાડનાં પાંદડાં ખેંચાઈ આવે તેવી રીતે અમે આંહીં આવી પડયાં. આજે અમે રઝળતાં છીએ, પરંતુ જે દિવસ અમારી કુંવરી સોનને જેઠવો રાજા શિયોજી પરણશે, તે દિવસ અમે સહુ માનપાન પામીને રહેશું. તે દિવસે તમે અમારાં અપમાન નહીં કરી શકો.] કુંવર હલામણની દાસીઓએ આના જવાબમાં સાચી વાત જણાવી દીધી: “બાંધી મૂઠી લાખની, ઉઘાડી વાસર ખાય, હલામણ દુહા પારખે, (પણ) સોન શિયાને જાય. સોન શિયાને જાય તે અડી, બેઢાને બૈયર બાપસું જડી.


' મારા મતે તો પ્રથમની એક સમસ્યા સિવાયની બીજી તમામ નિરર્થક લાગે છે. કેટલીક તો તદન બાલિશ અને આધુનિક લાગે છે. આ ઘણા દોહા પાછળથી પેસાડેલા હોવાનો સંભવ છે. આમાંની ઘણી સમસ્યાઓ શામળ કવિની લખેલી સમસ્યાઓને મળતી પણ છે. ' સોન પોતે પાણી ભરવા નીકળી એ સૂચવતો એક દોહિયો ખંડિત સ્વરૂપમાં મળે છેઃ

સોન પાણી સાંચરી, એને ઘડુલે ઘુઘરમાળ

રહ્ષા કરે જળદેવકી, સોન છે નાનું બાળ.

છૂટું માથું ને લાંબા સરપે વાળ

સોન પાણી સંચરી, એને ઘડુલે ઘૂઘરમાળ. ઠી

418 લોકગીત સંચય