પૃષ્ઠ:Sorthi Geet Kathao - Jhaverchand Meghani.pdf/૩૭

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

એક તો ઈંદર રાજિયો, બીજો માધવ જાણ, ત્રીજો હલામણ જેઠવો વેણુ-ધણી વખાણ. [66]

રાજકુંવરી (દેવલદે) દાસીને હલામણ પાસે પૂછવા મોકલી. દાસી પૂછે છેઃ અસૂરા ઊભા પરખડા' ! કોણ તમારાં નામ? કિયા રાજાના બેટડા, કિયું તમારું ગામ? [9] [હે અસૂરી વેળાએ ઊભેલા પુરુષ ! તમારું નામ શું ? તમે કોના પુત્ર ? ક્યું ગામ તમારું ?] હલામણ ઉત્તર આપે છેઃ

અસૂરા ઊભા પરખડા, હલામણ મારું નામ, ગજકરણનો બેટડો, ઘૂમલી મારું ગામ. [68] રાજકુંવરી એ રૂપ નિહાળવામાં રહી, એટલે પોતે જે હાર મૂલવ્યો હતો તે વેપારીની

દુકાને જ વીસરીને આવી. એણે પોતાની માતાને કહેવરાવ્યું: વાણીડાને હાટ (અમે) દો દો વસત વીસારીયું, એક હૈડાનો હાર, બીજો હલામણ જેઠવો. [69] રાજમાતા હલામણની ફૂઈ હતી. એણે હલામણને તેડવા મોકલ્યો. હલામણ વાણિયાની દુકાનમાં સંતાઈ ગયો છે. વાણિયો માનતો નથી. હલામણને બહાર કાઢતો નથી. તેથી દેવલદેએ કહ્યું: વાવો મ થાઃ વાણિયા, હૈયું રાખને હાથ, ગાંઠડિયુંના ગરાક ! કાળજ હોય તો કાઢને ! [70] [હે વાણિયા ! તું વેવલો ન બન. તારું હદય કાબૂમાં રાખ. અને હે ગાંસડીઓના ગ્રાહક! હે વસ્તુઓના વેપારી ! તું મારું કાળજું (હલામણ) આંહીં હોય તો કાઢી દે.] હલામણ બહાર નીકળે છે. એને મહેલમાં લાવે છે. ફુઈ એને માટે શૈય્યા પાથરવા લાગે છે ત્યારે હલામણ બોલે છેઃ

સુખની સેજું નોય, સેજડીએ સુવાય ને, હલામણને હોય સોન-વિજોગે સાથરો. 71

[આજ મારે સુખની શૈય્યા ન હોય. શૈવ્યા પર મારાથી સુવાય નહીં. સોનના વિયોગમાં તો હલામણને સાથરો જ શોભે.]

1 *પુરુષ' પરથી 'પરખ'ને પછી 'પરખડો.' ? પાઠાન્તર : લું જું આવે લટકતું, વાણિયા, તારે હાટ, યવલો થાતો ય વાણિયા, હૈયું રાખજે હાથ.

428 લોકગીત સંચય