પૃષ્ઠ:Sorthi Geet Kathao - Jhaverchand Meghani.pdf/૪૦

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

કાળજ કોર તે કટકા કિયો, ડોલરિયા હલામણને દેશવટો થિયો; સોન કે' શિયા ! તેં વખંડી અમારી જોડ, હાલો બાની ! વનરાં ઢૂંઢીએ, મળી ઉડાડિવેં મોર. [83] [હે દાસી ! ચાલો, આપણે વનરાઈમાં હલામણને શોધીએ. અને આ મોરલાને ઉડાડીએ. કેમ કે એના ટૌકા સાંભળતા જ હલામણ મને યાદ આવવાથી મારા કાળજાની કોરના કટકા થાય છે. મારો ડોલરિયો હલામણ દેશવટે જાય છે. હે શિયાજી ! તેં અમારી જોડલી તિછોડી !] સોને રથ કર્યો સાબદો, નીકળી બરડાની બા'ર, ધોરીને ગળે ઘૂઘરા, મોરે મોતીની માળ, મોરે મોતીની માળ તે જડતર જડી, પીંજણીએ પગ દઈ સોન રથડે ચડી, ચુબકીઆળી ચૂંદડી અંગે ઓઢી સાર, સોને રથ કર્યો સાબદો, નીકળી બરડાની બા'ર. [81] [સોને રથ તૈયાર કર્યો, બરડાની બહાર નીકળી. રથને જોતરેલા ધોરી (બળદો)ની ડોકે ઘૂઘરમાળ પહેરાવી છે. અને એને મોરડે મોતીની માળી સજી છે. એવા શણગારેલા રથની પીંજણી પર પગ મૂકીને સોન ચડી ગઈ. એના રંગ પર ભાતવાળી ચૂંદડી ઓઢેલી છે.] ભાળ લેતી લેતી સોન સિંધમાં કેરાકોટ ગામે ગઈ. એને સમાચાર મળ્યા કે હલામણ. તો અખાત્રીજને' મેળે હાબા ડુંગર પર હીંચોળે હીંચકવા ગયો છે. સોન એની પાછળ. હાબે આવી. પરંતુ એને થોડુંક જ મોડું થયું હતું. હલામણ હીંચકેથી પડીને મરી ગયો. હતો. સોને કલ્પાંત આદર્યું: હાબાનીઃ હદમાંય પીઠીભર્યો પોઢાડિયો, મીંઢળ છૂટ્યા મસાણ, હારી બેઠાં હલામણો. [85] [આ હાબા ડુંગરની હદમાં મેં હામણને પીઠી ભરેલો (લગ્નના લેપથી મદેલો) પોઢાડયો. અમારાં મીંઢળ સ્મશાને છૂટ્યાં. હું હહામણને હારી બેઠી.]

1 અક્ષયતૃતીયા એટલે વૈશાખ સુદ ત્રીજ તે દિવસે ગામડાના પાદરમાં ઝાડ પર હીંચકા બાંધીને હીંચકવાનો રિવાજ હતો. હજુ પણ છે.

2 ભુજથી બે ગાઉ દૂર 'હાબો' ડુંગર છે. એના ઉપર ઝાકળ નથી પડતી. કોઈ 'હાલો'; લખે છે તે ખોટું છે.

સોરઠી ગીતકથાઓ 431