પૃષ્ઠ:Sorthi Geet Kathao - Jhaverchand Meghani.pdf/૪૧

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

પીઠીઆળે પગે ચોરિયેય ચડ્યાં નહિ, ધ્રસકતે ઢોલે બાજોઠેય બેઠાં નહિ. [86] [અરે ! પગ પર પીળી પીઠીનું મદન કરીને અમે કન્યા-ચોરીની વિધિ પણ ન કરી ઢોલ બજાવીને બાજઠ પર પણ ન બેસી શક્યાં.] તાટકતી તાળીએ હલામણથી હસિયાં નહિ, અવઢવ્વ રે ગઈ એ જામોકામી જેઠવા ! [87] [અરેરે ! હું સામસામી તાળી લઈ-દઈને હલામણ સાથે હસી પણ નહિ. મારા મનમાં તો એ ઝંખના સદાને માટે રહી ગઈ.] હલામણ હીલોળ દુઃખના દરિયા ઊમટ્યા, પીંજર કીં પરોળ વિસમશે વેણુ-ધણી ! [88] [હે હલામણ ! આ તો અંતરમાં દુઃખના દરિયા ઊમટીને છોળે ચડયા. હવે મારું હૃદય- પીંજર કેમ કરીને પોતાનું દુ:ખ શમાવશે, હે વેણુના સ્વામી !] 'હાબા ડુંગર હેઠ, હલામણ હીંચોળ્યો નહિ, (ીકર) આવતો ઉંડળ લેત જતને કરીને, જેઠવા ! [89] [આ હાબા ડુંગરની તળેટીમાં વહેલી આવીને હું હલામણને અખાત્રીજના હીંચકા પર હીંચોળી ન શકી. જો હું હીંચકાવવા હાજર હોત, તો હે જેઠવા ! તું પડીને જ્યારે નીચે આવતો હતો ત્યારે હું તને જાળવીને મારી બાથમાં ઝીલી લૈત. તને પડવા ન દેત |] હલામણનીઃ હડતાળ, આંગળીએ ઊઘડે નહિ, કુંચીયું વિનાનાં કમાડ જડી હાલ્યો તું જેઠવા ! [90]


' હલામણ હાબે ડુંગરે હીંચકેથી પડીને મૂવો હતો, તેની સાક્ષી આ દોહો પૂરે છે. તે ઉપરાંત આજ સુધી પણ એ મૃત્યુના શોકમાં અખાત્રીજને દિવસે હલામણના વંશજો હીંચકે નથી હીંચકતા, એમ કહેવાય

2 પાઠાન્તરઃ હલામણની હડતાળ દેયુંમાં દીધલ રહી, કેમ ઊઘડશે કમાડ જડતરવાળા, જેઠવા ! એક બીજો દોઢિયો દોહો આવો મળે છે : હાબેથી હલામણ ઊતર્યો, માથે સાંકળિયા ટોપ. થર થર કંપે માળવો, રોવે ઉજણનાં લોક. રોવે ઉજણનાં લોક તે ધોખો ધરી, લાભને બાની, કાળુ ગજકણ, પાળીએ હલામણનો શોક.

હાબેથી હલામણ ઊતર્યો, માથે સાંકળિયો ટોપ. ને

432 લોકગીત સંચય