પૃષ્ઠ:Sorthi Geet Kathao - Jhaverchand Meghani.pdf/૮૯

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

' આવરદા આવી રહી, જૂના સામું જોય !! માણેરા ! મરવા તણી, ખેંગારના ! ખમત્યું’ નોય. [29] (હે માણેરા ! આપણું આયુષ્ય ખૂટી ગયું સમજ, અને અત્યારે તો આપણા જૂનાગઢની લાજ-આબરૂ સામે જોવું ઘટે. હે ખેંગારના બાળ ! તારે તે વળી મરવામાં વિલંબ હોય કી !! પાંપણને પણગે, ભણ્ય તો કૂવા ભરાવીએ; માણેો મ૨તે, શરીરમાં સરણું વહે. 480 [30] [હે સિદ્ધરાજ ! મારા માણેરાનું મોત થવાથી મારા શરીરમાં આંસુઓની એટલી તો મોટી સરણીઓ (નદીઓ) વહી રહી છે, કે તું કહેતો હોય તો હું મારી પાંપણોમાંથી આંસુડા ટપકાવીને કૂવાના કૂવા ભરાવી દઉં ! આટલાં વીતકો વિત્યાં છતાંય હઠ ન છોડતી સતીને સિદ્ધરાજ રોષથી પાટુ મારે છે. રાણક કહે છે: પાટુ પડખા માંય, ખેંગારનીય ખાધેલ નહિ; મોડિયુંના માર, સધરાને શોભે નહિ. [31] હે સિદ્ધરાજ ! મારા સ્વામી ખેંગારના પગની લાત પણ મેં મારા શરીર પર નથી ખાધી. હું તો તારું પાટુ સાંખી લઉં છું, પણ સિદ્ધરાજ ઊઠીને એક પરવશ અબળાને જોડાના મા૨ મારે, એ સિદ્ધરાજને શોભતું નથી.] પશવડી કરે પોકાર, ગરમાં ગળતી રાતની સાવઝડે નૈ સાન, [32] મોડી રાત્રિએ ગિરિઓનાં જંગલમાં હરણી પોકાર કરતી હોય, પણ એનો ભક્ષ કરનાર સિંહને પારકાં દુ:ખની સાન નથી હોતી, એવી હાલત રાણકની થઈ રહી છે ! ... ... ... 6. રાણકનું સતી થવું વઢવાણ શહેરની ભોગાવો નદીમાં રાણક સતી થઈ. એને પોતાની ચેહ સળગાવવાને દૈવતા દેવાની સિદ્ધરાજે લોકોને મનાઈ કરી હતી, અને કહેવાય છે કે રાણકના સતને પ્રતાપે આપોઆપ અગ્નિ પ્રગટેલો હતો ! ‘સામું જોય’ કોઈ પણ કૃત્ય કરતી વખતે પોતાની કુલ-પ્રતિષ્ઠા અથવા ખાનદાનીનું સ્મરણ રાખવું, એને બટ્ટો બેસે તેવું આચરણ ન કરવું, એ અર્થમાં વપરાય છે. જૂનોઃ જૂનાગઢ. ખમત્ય (‘ક્ષમતિ' પરથી) ખેંચવું.

લોકગીત સંચય

૪૮૦
લોકગીત સંચય
 

સોરઠી ગીતકથાઓ
૪૮૦