આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
પ્રણયાસ્ત્ર મળ્યું પ્રભુથી તુજને, જય કારણ છે બસ એકજ એ.
રિપુના શર કોટિ ભલે પડતા, ધરી ઉગ્ર સ્વરૂપ ભલે ધસતા; તુજ એક વિલક્ષણ સાયકથી, સહુ શસ્ત્ર જશે બલહીન બની.
શર ફેંકય, હવે સહુ તર્ક ત્યજી, પરિણામ અનુપમ દેખ્ય પછી; પળમાં જય આવી તને વરશે, રિપુ મ્હાત થઈ ચરણે નમશે.
ત્યજી વૈર વયસ્ય બધા બનશે, ભય અંતરનો અળપાઈ જશે; સ્થળ આ પળમાં પલટાઈ જશે, વન નંદનની સુષમા ધરશે.
સુરમંડળ ધન્ય તને વદશે, શિર ઉપર પુષ્પની વૃષ્ટિ થશે; સુરસુંદરી ગાનથી રીઝવશે, જયમાળ સુકંઠ વિષે ધરશે.