લખાણ પર જાઓ

પૃષ્ઠ:Strotasvini.pdf/૧૦૦

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

(૮૫)

<poem>

સમરસ્થલની નહિ સીમ દીસે, બળની, દળની ગણના ન બને.

તુજ અંતર એ થકી ત્રસ્ત થતું, નહિ ધીરજ લેશ ધરી શકતું; ભય-કંપિત દીન બની રડતું, ત્યજવા સ્થળ આ તક શોધી રહ્યું !

પણ વીર ! અરે ! ધૃતિને ત્યજ મા ! ઉર કાયરતા ભ્રમથી ભજ મા ! સુભટોત્તમ તું સમરાંગણનો, રણલાયક નાયક શૌર્યભર્યો.

ન પલાયનથી રણ દૂર થશે, નહિ મુક્તિ અનીક વિના મળશે; બલવંત ચમૂપતિ શત્રુ તણા, અહીં આવી અહંત્વ, મમત્વ ઉભા.

નહિ દે તુજને રણથી હઠવા, જન કેાઈ સમર્થ નથી ખસવા; યદિ પ્રાપ્ત થયું ઉરને લડવું, પછી હર્ષથી સન્મુખ કાં ન થવું ?

પ્રતિપક્ષ તણા શૂરથી ડર મા ? તુજ અસ્ત્ર અલૌકિક વીસર મા !