આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
મુજ હૃદયને એવી ચેષ્ટા અરે ! નહિ આવડે, કપટ રમવું વ્હાલી સંગે ! કદી ન બની શકે; ભવ જલધિને બે નૌકામાં ચઢી ન તરી શકું, વિષમ ગતિથી ડૂબી શાને મહા દરિયે મરૂં ?
પ્રણય જગનો સ્વામી મારે ગૃહે પ્રકટ્યો ખરે ! ભવન ભરતે, ક્રીડા કોટિ કરી રમતેા ફરે; અચળ ઉરથી એને બન્ને અવશ્ય ઉછેરશું, શત સત તણું સાચું દૈવી સદા સુખ સેવશું.