અા કાવ્યસંગ્રહનું સામાન્ય તત્ત્વદર્શન તેના ઉપાદ્ઘાતમાં સાક્ષરશ્રી હિંમતલાલ ગણેશજી અંજારિયા એમ. એ. એલ.-એલ. બી. ( પ્રકાશક- 'કાવ્યમાધુર્ય' ઇત્યાદિ) એમણે કરાવ્યું છે એટલે મારે વિશેષ કહેવાનું રહેતું નથી. ખરૂં છે કે 'કલ્લોલિની' છ વર્ષે આ સંગ્રહ પ્રકટ થયો છે. શ્રીયુત અંજારિયાના કહેવા પ્રમાણે 'સંસાર જીવનની વિચિત્ર સ્થિતિ' જેમ કવિના આવિર્ભાવપર અસર કરી શકે છે, તેમ કાવ્યલેખકો પર પણ એાછાવત્તા પ્રમાણમાં તેની અસર થવી સંભવિત છે. સાંસારિક, માનસિક અને શારીરિક ઉપા- ધિઓ અને તજ્જન્ય સંતાપો જેમ કાવ્યપ્રવાહને શુષ્ક કરી નાખે છે તેમ એજ પ્રસંગેની તીવ્ર વ્યથાઓ અનેક વખત કાવ્ય દ્ધારા હૃદયરોદ- નનું પ્રાકટ્ય કરે છે. આવા ક્વચિત્ કવચિત્ ઉદ્ભવેલા ઉદ્ગારોનો આ સંગ્રહ છે, અને તેથીજ કાળની મર્યાદા એમાં વિચારણીય નથી.
આ સંગ્રહ પ્રકટ કરવા માટે અત્યારનો અસાધારણ મોંઘવારીનો સમય કોઈ રીતે અનુકૂળ નહોતો, તેથી સર્વ પ્રકારનું સ્વાસ્થ્ય થતાં સુધીનાં કાવ્યો એકત્ર કરવાને મેં વિચાર રાખ્યો હતો, પરંતુ કેટ- લાક સાહિત્યપ્રેમી મિત્રો અને મુખ્યત્વે કાવ્યસાહિત્યના ખાસ ઉપા સક અને મારા તરુણ સુહૃદ રા. અમૃતલાલ વલ્લભદાસ દાણી કે જેમની સાથેનો પ્રસંગપ્રાપ્ત વાગ્વિનોદ આમાંનાં કેટલાંક કાવ્યોનું પ્રેરકત્વ મેળવી શક્યો છે, તેમના અસાધારણ આગ્રહ, ઉત્સાહ અને પ્રયાસથી કાલનું કામ આજે થઈ શક્યું છે, અને અનેક કાવ્યેની નકલો કરી લેવાની ઘણા ઉત્સાહી મિત્રોની વિટંબણા દૂર થઈ છે, એ વસ્તુસ્થિતિ, તેમને આભાર પ્રદર્શિત કરવાને નહિ પણ વાસ્ત- વિક સત્ય વિદિત કરવાને અત્ર જણાવવી મને ઉચિત લાગે છે.