લખાણ પર જાઓ

પૃષ્ઠ:Strotasvini.pdf/૧૧૦

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
( ૯૫ )
<poem>

પટ ભૂષણ નૂતન કૈં ધરતાં, કંઈ નવ્ય પ્રસંગ વિષે પડતાં; ગુરૂ સુંદરીને ચરણે નમતી, શુચિ આશિષ અંતરની ગ્રહતી.

અ તિ થિ જ ન પૂ જ ન પુણ્યવતી, પ થિ કા ગ મ પા વ ન સ દ્મ વ તી; જ લ ભા જ ન દા ન પ્ર વા હ વતી; શ્ર મ વા ર ણ ભ વ્ય વિ વે ક વતી.

ગૃ હ કા ર્ય વિ લ ક્ષ ણ વે ગ વ તી, ગૃ હ મં ડ ન દક્ષિણ ચિત્ત વતી; શિ શુ પા લ ન વ ત્સ લ ભાવવતી; કટિ ભા ગ વિ રા જિ ત બાલવતી.

વિભુના ઉરની વર વાંસલડી, જગ–કાનન કુંજતી કેાયલડી; પ્રણયામૃત વર્ષતી વાદળડી, શીળી સંસૃતિની પથ-છાંયડલી.

નહિ જ્ઞા ન દિ વા ક ર ત પ્ત મ તિ, પણ ભક્તિરસે ભરી આદ્ર અતિ; ઉરમાં, દૃગમાં ન વિકાર કદી, નહિ અંતરમાં અભિમાન રતિ.