આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
( સોરઠો )
"દુહિતા ભલી ન એક", સૂત્ર અધમ એ સ્વાર્થનું, શુષ્ક હૃદય નિઃસ્નેહ, ઇચ્છે ક્યાંથી આર્દ્રતા ? રસહીણો સંસાર, રસથી દૂર સદા રમે, અંતરને અધિકાર પુણ્ય પ્રણયને ના ગમે.
( શિખરિણી )
હજારો પુત્રોના સતત સહવાસે હૃદયને, નહિ જે નિઃસ્વાર્થી પ્રણયરસ કે માર્દવ મળે; અનાયાસે આપે રસ વરસતી એક દુહિતા, દયા કેરાં દૈવી ઝરણ પ્રકટાવે જગતમાં.
( મન્દાક્રાન્તા )
ભૂલી જાયે કદી હૃદયથી માત કે તાત એને, ને હૈયાની પ્રણયસરિતા શુષ્કતા કાંઈ સેવે, તોએ દેવી પ્રણય નહિ એ સ્વાન્તને શાંત થાશે, સ્વર્ગંગા એ સકળ સમયે એકધારી વહેશે.
( પૃથ્વી ) વસન્તવનસૌરભે ભ્રમર કૈંક રાચી રહે, અને વિવિધ પક્ષીઓ ફલરસાદિ સેવી રહે;