આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
સ્નેહની દૃષ્ટિએ જોતી શર્વરી દોડતી જતી, સુભાગી કૈંક સ્વપ્નોના આસ્વાદો આપતી જતી.
ખીલી રહ્યું પળ પળે વપુ તેજ દેતું, ને વાધતું નસ નસે બળ નવ્ય લેતું? દૈવી પ્રભા વદનમાં વિલસે વધારે, સ્હેજે તમિસ્ત્રચયને નિરખી નસાડે.
ન કશે કલ્પનામાંએ અન્ધકાર હવે રહ્યો, ૨સીલો દીપ જ્યાં રાજે તેજના પુંજથી ભર્યો.
મારા સમગ્ર જગને રવિ એ રૂપાળો, ને રાત્રિનો ૨મણુ એ ઉડુરાજ સાચો; પીયૂષ એ, નયન એ, ઉર એજ મારૂં, એ પ્રેમ, એ સકળ જીવન મૂળ મીઠું.
હેાંશીલો કો સમે આવી વાયુ લાડ લડાવતો, સ્પર્શીને કોમળા અંગે નવ્ય ભાવે નચાવતો.
લીલા અનેકવિધ એ અવલોકવાથી, આનંદની લ્હરિઓ ઉર ના સમાતી; ને એ અનેક સુખના પરિણામ જેવી, નિદ્રા નવી નયનમાં સહસા ભરાતી.
પરંતુ કાળની દૃષ્ટિ ઈર્ષ્યાગ્નિથી ભરી હતી, રંકના રત્નને દેખી એ નહિ રાચતી હતી.