આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
તોએ ન કંપ ઉરનો કંઈ શાંત થાય, ને શ્વાન્ત તે સદનમાં અતિશે ભરાય.
અહેા ! સ્તબ્ધ થયો વાયુ, દીપ એ ડેલતો રહ્યો, કાળવક્ત્ર થયું કાળું, બાળ એથી બચી ગયો.
ચિંતા ત્યજી દુદય હૃષ્ટ થયું ધડીમાં, નાચી રહ્યું નવલ સ્વપ્ન-પરંપરામાં; ત્યાં તો અચિંત્ય ફરી એ યમદૂત આવ્યો, કંપી ઉઠ્યો અહહ! બીકથી બાળ ન્હાનો.
આઘાત એક ઓચિંતો ! એક ફુત્કાર કારમો ! અરેરે ! દીપ ડોલીને શાંત શૂન્ય બની ગયો !
ગાઢાન્ધકાર ગૃહ માંહિ ફરી છવાયો, ને શૂન્યકાર ઉર માંહિ ફરી ભરાયો; દૃષ્ટિ જરા જઈ શકી ફરીથી ન દૂરે, આશા કશી હૃદયમાં ન રહી લગારે