<poem>
સંતાનો બે પ્રિય અધિક જે પ્ર ણના પ્રાણરૂપ, હા ! હા ! આવા વિષમ સમયે ભાસતાં ભારરૂપ ! વૃત્તિ શેાધી ઉદર એજ જ્યાં કષ્ટસાધ્ય, સંભાળી બે શિશુક સુખથી તે રહી કયાં શકાય ?
છોડી દીધાં નિજ ઉટજમાં અાશ-વિશ્વાસ આપી, શિંકે રાખ્યાં અશનવિણ બે પાત્ર ખાલી બતાવી; "સંધ્યાકાળે ઘર ભણી અમે અાવશું બાપુ જ્યારે, "આ શિંકેથી તુરત તમને આપશું અન્ન ત્યારે !"
એવું કે'તાં અહહ ! ઘરનાં બારણાં બંધ કીધાં, ને મૃત્યુના કઠિન કરમાં ઉગતાં બાળ દીધાં; આહા ! કેવો જન-જીવનમાં કષ્ટકારી પ્રસંગ ! શાં શાં કર્મો મનુજ ન કરે સૃષ્ટિનો પામી સંગ ?
માતા ભૂલે નિજ હૃદયથી માતૃતા સર્વ રીતે, એથી બીજે ગજબ જગમાં સંભવે શો વધારે ? રે ! રે ! પાપી ઉદર કરથી કામ કેવાં કરાવે ? જેને જોતાં જરૂર યમનું કાળજું કષ્ટ પામે !
આશાઘેલાં મૃદુ મુકુલ શાં સાંજની વાટ જોતાં વારે વારે ઉપર નયનો ફેંકતાં, મૂક જેવાં: ને માતાને સહજ શુણવા શબ્દ ટાંપી રહેલાં, કારાગાારે પરવશ બની ભાઈ ને બ્હેન બેઠાં !