આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
"રાજન્ ! એ છે રસિક હૃદયો, ગીતના એજ જ્ઞાતા, "ઝીલ્યાં એણે ઝરણ રસનાં, મૃત્યુને લાત દેતાં
( વસંતતિલકા )
"આદેશનું સ્મરણ એ ઉરમાં રહે ના, "સામીપ્ય એ મરણનું સમજી શકે ના; "જે સ્વાન્તમાં રસ-ધુની અનિવાર્ય વ્હેતી, "ને દિવ્ય ભાવ-બળથી ઉછળી રહેતી.
( મન્દાક્રાન્તા )
"મૃત્યુનું કે જગત પરનાં કાંઈ કર્ત્તવ્ય કેરૂં. "વારે વારે સ્મરણ વિલસે કાર્ય એ તો મતિનું; "એ બુદ્ધિ તો રસ–જલધિમાં છેક ડૂબી ગયેલી, "ને ચેપાસે અતિ ઉલટતી રેલ વીંટી વળેલી.
"દૂરે દૂરે હૃદય–તલથી ભાન ભૂલી ગયેલી, "ના જોવા કે સ્મરણ કરવા શકિ , એને રહેલીઃ "વીસારે છે વિવશ હૃદયો દેહ-સંબંધ જયારે, "મૃત્યુ કેરા સ્વર નવ કરે સર્વથા સ્પર્શી ત્યારે.
( વસંતતિલકા. ) "સંસારના સકળ તાપ સમાવનારો, "ને વૈરના દૃશદને પણ ગાળનારા;