લખાણ પર જાઓ

પૃષ્ઠ:Strotasvini.pdf/૧૬૦

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
( ૧૪૫ )
<poem>

"હું 'કારના હરિણને હણતે શિકારી, "ત્યાં કાળ શું કરી શકે શર લક્ષ સાંધી?

( શાર્દૂલવિક્રીડિત )

"જે બુદ્ધિબલ્‌યુકત માનવ કદી કૈં ભૂલ ન્હાની કરે, "તોએ તે અપરાધ સંસૃતિ વિષે ક્ષન્તવ્ય કે ના ગણે; "કિંતુ અર્ભક, મૂઢ કે વિકળતે સ્હેજે ક્ષમા પામશે, "છો એ દોષ સહસ્રથી જગતની મર્યાદ છોડી જશે.

( અનુષ્ટુપ્ )

"ભિન્ન એ સ્વાન્ત બુદ્ધિથી, ભિન્ન એ પ્રેમ વિશ્વથી "બ્હાવરા બાળના જેવા એ ભાસે વિશ્વનેત્રથી; "વ્યોમનાં વિહંગો એ તો, વિશ્વમાં વપુથી વસે, "પ્રાણ પીયૂષથી પોષે ઉડતાં, ડોલતાં ફરે.

( શાર્દૂલવિક્રીડિત )

"સિંધુ કેરી સપાટી ઉપર વસે રે ! માનવો જ્યાં સુધી, "કાપી તોય–તરંગને તરી જવા ઈચ્છા કરે ત્યાં સુધી; "ડૂબી જાય પરંતુ એ અવનવા ઉલ્લેાલ અંગે સહી, "ત્યારે કૈં તરવા તણી ઉર વિષે ઇચ્છા શકે ના રહી.

( મન્દાક્રાન્તા )

“મૃત્યુ કેરી સહજ સ્મૃતિથી વિશ્વ કંપ્યા કરે છે, "તે નિદ્રાનું શરણ મળતાં સર્વતઃ શાંત રે' છે;