આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
<poem> "ગાઢી નિદ્રા પ્રણય પ્રકટે ભાન ભૂલાવી દેતી, "એને અંકે મરણ-ભય કે સૃષ્ટિને સંગ કયાંથી ?
"બેઠેલા આ જડ સમ બધા માત્ર બુદ્ધિ જગાડી, "ને ચોપાસે નજર કરતા રાચતા દૃશ્ય દેખી; "ગાયન્તીની વદન-સુષમા નેત્રથી જોઈ રે'તા, "ને વાણીની કંઇ મધુરતા માત્રથી મોહી રે'તા.
"એની દૃષ્ટિ શિર લટકતા ખડ્ગ દેખી શકે છે, "ને મૃત્યુની સ્મૃતિ પળ પળે સ્વાન્ત સેવી શકે છે; "સૂકાં હૈયાં દૃશદ સરખાં સ્તબ્ધ રે'તાં સદાય, "સ્પર્શી એને રસ-લહરિઓ હારીને દૂર જાય."