લખાણ પર જાઓ

પૃષ્ઠ:Strotasvini.pdf/૧૬૨

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

( ૧૪૭ )

<poem>

કર્તવ્ય

( કવાલી )

વસંતે પંચમાલાપે રસીલી કેાકિલા કૂંજે, કદી કો શબ્દ અ કાને ધરે કે ના ધરે તોએ.

સહજ સુરભિ સમર્પીને કુસુમ કર્ત્તવ્યતા સેવે, ભ્રમર મકરંદના ભેગી મળે કે ના મળે તેાએ.

સુગન્ધિ પુષ્પ પ્રકટાવી મનોહર માલતી રાચે, સમયને સાચવી માળી ચુંટે કે ના ચુંટે તેાએ.

સુધાસ્પર્ધીં ફળો દેવી ફળે માકંદ મોંઘેરાં, પ્રવાસી કે વિપિનવાસી ગ્રહે કે ના ગ્રહ તોએ.

કરી પીયૂષની વૃષ્ટિ સુધાંશુ વિશ્વને પોષે, જગત નિદ્રા ત્યજી એને જુએ કે ના જુએ તોએ.

સદા સ્રોતસ્વતી સ્વાદુ વહે ઉરથી વિમળ વારિ, પિપાસુ પાન્ય એ પાણી પીએ કે ના પીએ તોએ.

અમૂલા પ્રાણ અર્પીને જલદ સૌ પ્રાણીને પાળે, કદર એ કાર્યની કોઇ કરે કે ના કરે તોએ.

સહીને આકરા અંશુ કરે શીળી તરૂ છાયા, શ્રમિત પન્થી તળે આવી વસે કે ન વસે તોએ.