લખાણ પર જાઓ

પૃષ્ઠ:Strotasvini.pdf/૧૬૩

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
( ૧૪૮ ) <poem>

પ્રણયના મીઠડા મંત્રો અને ગીતે અમે ગાશું, ભલે સંસારના શિષ્યો શુણે કે ના શુણે તોએ.

હૃદયનાં આંસુડાં રેડી ભિજવશું વિશ્વને ભાવે, કઠિન હૈયાં મૃદુલ એથી બને કે ના બને તોએ.

પ્રબળ પડદા બધા ચીરી હૃદય ખુલ્લાં કરી દેશું, સુભાગી સત્ય જોનારા જડે કે ના જડે તોએ.

પુનિત કર્તવ્યને પંથે વિચરશું ધર્મ્ય ધારીને, અમારા બંધુ એ ચીલે ચડે કે ના ચડે તોએ.