અકળ - કળી ન શકાય એવું.
અકૂપાર - સમુદ્ર.
અખિલ - આખું.
અચલ - ૫ર્વત; યળે નહિ એવું
અચિરાય - જલદી.
અતટ - કિનારા વિનાનું.
અદેહી - શરીર વિનાનું.
અદ્યાપિ - આજ સુધી.
અદ્વૈત - એકતા.
અધીન - આધીન
અનન્ય - જેની જોડી ન મળે એવું
અનયપથ - અનીતિને માર્ગ.
અનલ - અગ્નિ.
અનલશિખા - અગ્નિની ઝાળ.
અનલચિં - અગ્નિની ઝાળ.
અનવરત - નિરંતર.
અનવલંબન - આધાર વિનાનું.
અનવસર -સમય વિનાનું.
અનશન - ઉપવાસ, ખાવું નહિ તે.
અનાદર-તિરસ્કાર.
|
અનામય - આરેાગ્ય.
અનિલ - પવન.
અનીક - યુદ્ધ, લડાઇ.
અનુકરણ્ - નકલ કરવી તે.
અનુદિન - દરરોજ.
અનુમરણ - પાછળ મરવું તે.
અનુરક્તિ - પ્રીતિ.
અનુસરણ - પાછળ ચાલવું તે.
અન્યત્ર – બીજે ઠેકાણે.
અન્યથા - બીજી રીતે, ઉલટું.
અન્વેષણ – શોધ.
અપકૃત્ય - નઠારાં કૃત્ય.
અપરિમિત - ઘણું.
અપરોદ્વાહ - બીજું લગ્ન.
અભિલષિત - ઇચ્છેલું.
અભેદ - એકતા.
અભ્ર-વરસાદ, વાદળાં.
અમર-દેવ.
અમલ-નિર્મળ.
|