સુરનારી - દેવાંગના
સુરનિવાસ - સ્વર્ગ
સુરપાવની - દેવેને પવિત્ર કરનારી
સુરભિ - સુગંધ ગાય
સુરવંદ્ય - દેવોને નમવા યોગ્ય
સુરસેવ્ય - દેવોને સેવવા યોગ્ય
સુરેંદ્ર - ઇંદ્ર
સુષમા - શોભા
સુષુપ્તિ - ગાઢ નિદ્રા
સુહૃદ્ - મિત્ર
સૂણિ - અંકુશ
સૌન્દર્ય - સુંદરતા
સૌરભ - સુગન્ધ
સૌરભલુબ્ધ - સુંગધથી લોભાયેલું
સૌરાષ્ટ્ર - કાઠિયાવાડ
સૌશીલ્ય - સુશીલતા
સંકેતરાત્રિ - મુકરર કરેલી રાત્રિ
સંક્રાન્ત - જોડાવું, દાખલ થવું
સંગતિશૂન્ય - સંગ રહિત
સંગ્રામ - યુદ્ધ
સતત - હમેશ, નિરંતર
સંધાન - ધ્યાન
સંપ્રતિ - હમણાં
સંભ્રમ - ઉતાવળ, ગુંચવણ
સંયમ - ઇંદ્રિયોને નિયમમાં રાખ-
- વાપણું
|
સંસર્ગ - સંબંધ, સોબત
સંસૃતિ - સંસાર
સંસ્થિતિ - સારી રીતે નિવાસ
સ્કંધ - ખભો
સ્ખલન – ભૂલ, પડવું તે
સ્તબ્ધ - રોકાયેલું, અચળ
સ્તંભ - થાંભલો
સ્થલાંતર – બીજે ઠેકાણે
સ્થિતિ - હાલત, સ્થિરતા, નિવાસ
સ્પર્ધા - ચડસાચડસી
સ્પર્શન - વાયુ, પવન
સ્મરેલી - સંભારેલી
સ્મૃતિ - સ્મરણ
સ્ત્રજ્યાં – બનાવ્યાં
સ્રષ્ટા - બનાવનાર, બ્રહ્મા
સ્રોત - પ્રવાહ
સ્ત્રોતસ્વતી - નદી
સ્રોતસ્વિની - નદી
સ્વર્ગગંગા - આકાશગંગા
સ્વર્ધુની - આકાશગંગા
સ્વર્ગદ્વય - બે સ્વર્ગ
સ્વર્લોક - સ્વર્ગ
સ્વલ્પ - થોડું
સ્વસ્થ - શાંત
સ્વાગત-સત્કાર
|