લખાણ પર જાઓ

પૃષ્ઠ:Strotasvini.pdf/૨૯

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
( ૧૪ )
<poem>

કંઈક હૃદયો ચીરાતાં ને કલિ થકી કંપતાં, કંઈ કુપથમાં દોડી દોડી જતાં નહિ જંપતાં, વિષમ વિષયો સાંખી એ તું શક્યો નહિ સર્વથા, પ્રલય કરવા પૃથ્વી કેરે પ્રચંડ બન્યો અહા !

વિરમ, કરૂણા આણી વ્હાલા ! સ્વરૂપ વિચારીને, વિમલ હૃદયે એ કૃત્યોને નહિ ધરવાં ઘટે; અનયપથના અભ્યાસી એ હવે ન વળી શકે, ધવલ ધુતિથી તું સન્માગે ભલે પ્રિયે ! સૂચવે

કૃતિ સકળને સાક્ષી છે તું, અમે વીસરી ગયા, પણ હૃદયની દેવી પ્રીતિ વીસાર ન તું જરા; પથ નિરખતી સામે વ્હાલી પ્રતીચી તને જુએ, નિકટ મુખ એ વ્હાલા કેરૂં નહિ નિરખી શકે.

ભય હૃદયનો સ્નેહાલાપે સમગ્ર નિવારવા, વિરહદુઃખને દાબી હૈયે વિનેાદ વધારવા; પ્રણયરસમાં રાચી, ભૂંડી જગત્કૃતિ ભૂલવા, ગમન કર એ દૈવી પથે મહા રસ માણવા.

ખચિત કરૂણા વ્યાપી અંતે સુકોમલ અંતરે, પળ પળ જતાં ધીમે ધીમે દયા વધતી દીસે; ઉદયસમયે ઉંચા ભાવો ભરી હસતો હતો, સુભગ હમણાં તેવો પાછે શનૈઃ બની શોભતો. ૩૨૪