લખાણ પર જાઓ

પૃષ્ઠ:Strotasvini.pdf/૩૩

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
( ૧૮ )
<poem>

એને આશ્વાસ આપી પ્રતિ પળ ચડતો વ્યોમને પુણ્યધફે, સૌભાગ્યે શર્વરીનું હૃદય રીઝવતો વર્ષતો હર્ષ હેતે. વાત્સલ્યે વ્હાલઘેલો જલધિ હરખતો નાચતો કૈં તરંગે, ને વામાઓ વધાવી રસવશ રમતી રાચતી રાસરંગે

આવ્યો, આવ્યો ઉમંગે ગગન–હૃદયના મધ્યમાં માધ્યરાત્રે, થંભ્યો કે ભાન ભૂલી નયન ભરી ભરી દેખતો દિગ્ય ભાવે: સ્નેહીની સંગતિના સુખદ સમયનો અંત ના સ્વાન્ત દેખે, ભોળા ભાવે ભરેલાં હૃદય સહજમાં કાળનું કર્મ જુલે.

કિંતુ સૌભાગ્ય સાચું સ્થિર ન રહી શકે જન્મદુ:ખી જનોનું, એાછા પ્રારબ્ધમાંહે અમર-વિભવની સંસ્થિતિ સંભવે શું? ધારેલી ધારણાએ ઉર મહિં ઉપજી શૂન્યભાવે સમાય, આશાની વલ્લરી કે પ્રકટિત થઈને નષ્ટ–નિર્મૂળ થાય.

આવે સામે અધીરે મલિન મન તણો દોડંતો દુષ્ટ રાહુ, કોપેલા કાળ જેવો વિકટ વિકસતો કારમું વક્ત્ર કાળું; ધીરે ધીરે ગ્રહીને સરલ હૃદયનાં સત્ત્વને લૂંટી લેતો, સર્વે સંકલ્પ સંગે અહહ! ઉદરના ગર્ત્તમાં સ્થાન દેતો!

પ્રીતિ કેરા પ્રસંગો વિવિધ વિસલતા હાય ! પંચત્વ પામ્યા રોતા જોતા અભાગી અબળ અહીં તહીં તારલા આ બિચારા ને આપત્તિ અજાણી નિરખી નયનથી દુઃખભારે દબાતાં ઘેલી જેવી બનેલી અવિરત રડતી તેજહીણી ત્રિયામા ૩૨૮