લખાણ પર જાઓ

પૃષ્ઠ:Strotasvini.pdf/૩૨

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
( ૧૭ )
<poem>

ઉગીને અસ્ત પામી વિમુખ વહી જવું સર્વ ઈચ્છા શમાવી, . બંદી જેવી દશામાં પરવશ પડીને ચાલવું નેત્ર મીંચી; દૂરે દૂરે રીબાતાં હૃદય નિરખવાં દૃષ્ટિ દેતાં ન દેતાં, ના સંદેશે સુભાગી, નહિ વચન કશું સાન્તવના સ્વલ્પ દેવા.

અંતે આવી અમૂલી રમતી હૃદયમાં શારદી પૌર્ણમાસી, આવી આનંદ દેતી નવલ રસભરી શાંત સંકેતરાત્રિ; વીતી વર્ષા હઠીલી, મિત બળ ધરતાં અભ્રનો અંત આવ્યો, આછા રંગે રસેલા વિમળ વિયતનો માર્ગ લાગે મજાનો.

સાંયકાળે સલૂણો રમણ રજનીનો પૂર્વ પીઠે વિરાજી, ધીરે ધીરે પધારે અતિ ઉલટભર્યો પૂર્ણ પીયૂષ પામી; ઉડી ઉડી ગયેલી કંઈક સમયની ઉછળે શીધ્ર અાશા, સોનેરી સ્વપ્ન કેરા અજબ ઉમળકા અંતર ઉદ્દભવંતા.

જોતો કૈં કૈં કષ્ટાક્ષે, વિરહી હૃદયને દર્શને ધર્યો દેતો, સ્નેહીનો સ્પર્શ સેવી પુલકિત બનતો, વેદ પામી સુહાતેાઃ સંકલ્પો ભવ્ય ભાવે ઘડી ઘડી ઘડતે, સ્વચ્છ સન્માર્ગ જોતો, ઉડી રે'તા અધીરા તરલ હૃદયને રોકતાં વ્યગ્ર થાતો.

અસ્તાબ્ધિને કિનારે ગમનસમયની વેદનામાં વસેલો, ઉંચી આશા ધરીનો નિજ પ્રતિનિધિને જોઈ સંતોષ લેતો; સ્નેહે સામ્રાજ્ય સોંપી અતટ ગગનનું સાનમાં કૈં કહીને, શાંતિના સઘ માંહે સદય દિનપતિ જાય ચિંતા ત્યજીને. ૩૨૭