ત્યાં તો પેલી હૃદય બળતી શોકય આવી સપાટે, આક્રોશંતી ઉભય ઉરને, કેાપતી કૂટતી એ; ઈર્ષ્યાગ્નિથી જ્વલિત હૃદયે શાંતિ કયારે ન સેવે, મૃત્યુ પહેલાં શેઠ મનુજના હા ! સ્વભાવો ન છૂટે!
તોએ દેતો હૃદય–રસ એ પ્રાણ પાછો ફરે ના, ઓજસ્વીના અચલ ઉરને કેાઈ રોકી શકે ના; કર્ત્તવ્યે એ હૃદય વિચર્યું તે નહિ માર્ગ છોડે, છોને વચ્ચે ભય વરસતાં વેગથી વિશ્વ દોડે !
જો ! એ કોપે કંઈક કપરાં શોકયને વેણ કે'તો ! ને ભીતિથી, કંઈ વિનયથી એ ઉપાલંભ દેતો; તોએ એ તો કલહ કરતી શાંત ના થાય કયારે, ને વ્હાલો તો વિમલ ઉરથી વર્ષતો લક્ષ ધારે.
આપી આપી ઉર, ઉલટથી આર્દ્રતા છાઈ દીધી, ને રેલાવ્યો પ્રણય-જલધિ, ન્યૂનતા કૈં ન રાખી; એ આનંદે પુલકિત થતાં કાંઈ બોલી શકું ના, પ્રીતિના કે સ્તુતિકથનના શબ્દ શોધી શકું ના.
ભીંજાએલાં હૃદય-તલનાં ઉત્તરે માત્ર આંસુ, પ્રેમી હૈયું દયિત-દિલને અન્ય અર્પી શકે શું ? આશાથી ને જગ-નિયમથી હા ! સમર્પ્યું વધારે, તોએ ધીમે હજી વરસવું ચિત્તથી એ ન ચૂકે !૩૪૦