લખાણ પર જાઓ

પૃષ્ઠ:Strotasvini.pdf/૪૬

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

( ૩૧ )

<poem> આવી રીતે બહુ દિન થતી વ્હાલની રમ્ય વૃષ્ટિ, ના ચાલે કૈં પણ ઝગઢતી શોક્ય તો સંગ સાચી ! હેઠે હૈયે પ્રણય-રસની મીઠડી લ્હાણ લીધી, રંગે રાચી સુર-ભવનની કેલિઓ કૈંક કીધો.

સાડી અંગે હરિત ધરતી દિવ્ય સૌભાગ્યવાળી, કોર્યા બુઢ્ઢા કંઈ કુસુમના વેલ્યની ભાત પાડી લજ્જાથી ને ઉર-હરખથી નાથને હું નિહાળું, પ્રૌઢા કેરા નિયમ ગ્રહતી તોય કૈં કૈં હસાતું.

આસો માસે અધિક ઉજળો પુજ્યશાળી પ્રતાપી, કર્તવ્યાબ્ધિ તરી, હૃદયનો ભાર ભાવે ઉતારી; મોંથી મીઠી અમિત ઉરને ભાવતી ભેટ આપી, વિશ્રાંતિમાં કંઈ વિલસતો એાપતે એ યશસ્વી.

માપ્યું, આપે જનક કરથી સર્વ રીતે સુતાને, છાનું તોએ અમુક હદમાં જોઈને માત આપે; કિંતુ આપે દયિત દિલના દોડતા કોટિ હાથે, એનું થોડું પણ મનુજથી ના બને મા૫ કયારે.

સિંધુ કેરા સલિલકણની કૈંક સંખ્યા કહાય, ને પૃથ્વીની રજ પણ ગણી કોઈ કાળે શકાય; સંબંધીના મિત પ્રણયની સીમ કયારે જણાય, રે ! પ્રેમીના પ્રણય–બળનો પાર તો ના પમાય !