લખાણ પર જાઓ

પૃષ્ઠ:Strotasvini.pdf/૫૦

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
( ૩૫ )
<poem>

પશ્ચાત્તાપ સતત બળતું, એ ઘટે કાર્ય તારૂં, તોએ નાચી ઉર ઉછળતો વેગથી કેમ વારૂ ? એવો તારા અધમ ઉરમાં આજ અાનંદ શો છે ? વ્યાપી અંગે વિવશ કરતો નેહને સંગ શો છે ?

ના પ્રીતિ ના હરખ કંઈ, ના પુણ્ય કેરો પ્રસંગ, બુડા ક્ષારે ભરિત ઉર ને એ થકી લિપ્ત અંગ, રાચી પાપે હૃદય ઉછળે એ સદા ક્ષારવાળું, ના લજ્જા કે સહજ કરૂણા સેવવા લેશ ચ્હાતું.

કાંઠે કાળા ભય વિતરતા પત્થરો આ પડેલા, રહેજે તારા સદૃશ ગુણના મિત્ર આવી મળેલા; એનું કાળું ઉર કઠિન ને ક્ષારથી પૂર્ણ તારૂં, ત્યાં વૃત્તિને મૃદુલ કરવા ક્યાં બને યોગ વારૂ ?

છોડી દીધો જરૂર જગતે ધૃષ્ટને દુષ્ટ ધારી, તોએ છોડી અહહ ! ન શકે પ્રેયસી આ બિચારી ! દોડી આવે તરૂણ તટિની અંકમાં ઐકય લેવા મીઠા મીઠા નિજ જીવનનું સર્વદા દાન દેવા.

કિંતુ સ્પર્શી સહજ તુજને થાય સવાઁગ ખારી, હા ! દુ:સંગે જીવન જગમાં કોણ ના જાય હારી? પ્રક્ષાલન્તું મલ જગતનો, પુણ્ય પીયૂષ દેતું, સંતોષેલાં અમિત ઉરની આશિષે ઉચ્ચ લેતું. ૩૪૫