આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
પથપતિત કૈં પાષાણોથી ડરી તરતું જતું, તૃણુ કુસુમને સંગે લેતું વળી ત્યજતું જતું, ઘડી વિચરતું ધીમે ધીમે, ઘડી મહિં દોડતું ઘડીક ગૃહને સંભારીને અરે ! અટકી જતું !
હરિણશિશુકો દોડી દોડી ઉમંગથી આવતાં, વિમલ જલના પાને રાચી કને રહી કૂદતાં, ગગન–પથનાં કયારે પંથી અચાનક આવતાં, ઉર–સલિલને ભેટી લેતાં અને અવગાહતાં.
લલિત કરથી એને અંગે અડી ઉર રાચતું હૃદય ઉપર ઝીલી રાખી ઘડીક રમાડતું. વિહગ સહસા ઉડી જાતાં અધીર બની જતું, કઈ ઉછળતું ને ખીજાતું વળી વિરમી જતું
કંઈક તરૂઓ તીરે ઉભાં અનામય પૂછતાં. ફલ કુસુમથી સત્કારીને સહર્ષ વધાવતાં, અમળ ઉરને મૈત્રી માટે નહિ મથવું પડે, જગત સઘળું એ વૃત્તિને અધીન બની રહે.
તપન તપતો ઉના અંશુ કદી કદી ફેંકતો, કંઈ રમતથી ને હાંસીથી લગીર તપાવતો, તુરત તરૂઓ શીળી છાયા શિરે કરી રાખતાં, રવિ-કર તણા સંતાપોથી સદૈવ બચાવતાં ૩૪૮