લખાણ પર જાઓ

પૃષ્ઠ:Strotasvini.pdf/૫૪

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

( ૩૯ )

<poem>

ગહન વનની વાટે ભૂલા પડી પથ શોષતા, તૃષિત પથિકો આશાયેલા અનુદિન આવતા; સુભગ સલિલે સત્કારીને પરિશ્રમ ટાળતું, લધુ વય છતાં સત્કર્મોને સદા ઉર સેવતું.

કંઇક ઝરણાં ન્હાનાં મોટાં વને રમતાં મળે, પ્રણય પ્રકટી ને સદભાવે અભેદ ધરી રહે. સહુ સુહૃદને સંગે રાખી મહા વન મ્હાલતું, વય, વિભવ ને કર્ત્તવ્યોમાં વળી વધતું જતું.

સઘન વનને સામે કાંઠે વડી સરિતા વહે, અમિત ઝરણાં એને અંકે પડી વિલસી રહે; કુતૂહલભર્યું એમાં ઈચ્છે અહો ! ઉર ખેલવા ! નવલ જગનાં કર્તવ્યોનો નવો ક્રમ દેખવા.

ઉર ઉધડતાં ને અભ્યાસે વધુ બળ આવતાં, કમ કમ થકી વિઘ્નો ભેદી નિરંતર ચાલતાં; સુભગ હૃદયો દૂરે દૂરે ગતિ કરતાં રહે, અમર–પથમાં ઉડી ઉડી યથાબલ સંચરે.

તટિની-હૃદયે હા ! એ દોડી ગયું ! સહસા ગયું ! હૃદય ઉડતાં રોકેલું એ નહિ ઘડીએ રહ્યું કઠિન સઘળાં કર્ત્તવ્યોને વરી સહજે ગયું, વિમલ ઉરને શું સંકષ્ટે પડે કદી શીખવું ? ૩૪૯