પૃષ્ઠ:Strotasvini.pdf/૬૪

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
( ૪૯ )
<poem>

ભાગીરથી

( વસન્તતિલકા )

દીઠું ભગીરથ તણા શ્રમનું સુહાતું, હા ! આજ ભવ્ય પરિણામ મનોજ્ઞ મીઠું ! કર્ત્તવ્યનિષ્ઠ, ઉરના જયની સુગીતા, દીઠી મહાર્ણવ સમી સુરવંદ્ય ગંગા.

પૂરો પ્રયાસ મરણાન્ત કર્યો પિતાએ, કીધો હતો સતત પૂજ્ય પિતામહે તે; તેાએ અભીષ્ટ ફળ ના નજરે નિહાળ્યું, ને લક્ષ્યનું ન લવ નામ નિશાન ભાળ્યું.

તેાએ ભગીરથ મધ્યે ત્રિગુણા ઉમંગે, ને દેહની ન દરકાર કરી લગારે; લોભાવતી હ્રદયથી ત્યજી રાજલક્ષ્મી, દીઠા વડા વિભવ ઐહિક સર્વ છોડી.

કાં પામવો વિજય સ્વીકૃત કાર્ય માંહે, કાં પામવું મરણ પૂર્વજના સુધન્યે, એવો ઉરે અચલ નિશ્ચય હોય જેને, સ્વર્લોક–વૈભવ ન દૂર જણાય તેને.