લખાણ પર જાઓ

પૃષ્ઠ:Strotasvini.pdf/૬૯

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
(૫૪)
<poem>

અવશ્ય સખિ ! એ સમે મધુર કંઠથી કૂંજજે, વસન્તવિજયોત્સવે મન ભરી ભરી મ્હાલજે; મનેાજ્ઞ નવ ગીતથી હૃદય વિશ્વમાં રેડજે, અને સકળ ભૂતળે સુરાનેવાસ તું સ્થાપજે.


૩૬૪