લખાણ પર જાઓ

પૃષ્ઠ:Strotasvini.pdf/૬૮

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
(૫૩)
<poem>

સુરમ્ય સ્વર આ વિશે જરૂર વ્યર્થ તારો જશે, અરે! રસિક માનસો નહિ જરાય ઝીલી શકે; કદી નવલ જંતુઓ તુજ પ્રવૃત્તિ એ જાણશે, અવાચ્ય સ્વર ઉચ્ચરી સ૨લ સ્વાન્તને શાપશે.

યથાસમય સૃષ્ટિમાં રસ વિશેષ તેં વિસ્તર્યો, અને પ્રણય-વર્ષણે જગત-તાપ સ્હેજે હર્યો ; હજુ સ્વર સુધા સમો હૃદયમાં વિરાજી રહ્યો, અને સ્મરણ સેવતાં અધિક હર્ષ આપી રહ્યો.

સમગ્ર વન, પાદપે, વિટ૫, પત્ર, પત્રાંકુરે, ગંભીર ગિરિકંદરે સ્વર હજુ ૨સીલો રમે, ગજાવી વન વાડીઓ હૃદય વિશ્વનાં રીઝવી, ભલે સુયશ સંગ્રહી ઉર વિરામ પામી રહી.

જશે દિવસ દોહ્યલા, વિષમ કાળ વીતી જશે, પ્રસંગવશ પામરો શમિત-શાંત સર્વે થશે; અનુક્રમણ સેવતી ફરી વસંત એ આવશે, ફરી સરસ સૌરભે વ્યથિત ચિત્ત સંતોષશે.

ધરી મૃદુલ મંજરી નવ રસાલ કૈં નાચશે, પ્રફુલ્લ બટમોગરો બહુ સુગન્ધથી બ્હેંકશે; બની ભ્રમર બ્હાવરા દશ દિશા વિષે દોડશે, સુગન્ધભર કાનને અમર-ચિત્ત આકર્ષશે.૩૬૩