લખાણ પર જાઓ

પૃષ્ઠ:Strotasvini.pdf/૭૮

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
(૧૩) <poem>

માર્ગે મીઠાં ફળથી લચતી વેલીએા કૈં વધાવે, આકર્ષન્તાં નવલ ઘવલાં ધાન્યનાં ક્ષેત્ર આવે; . કિંતુ ઉંચું હૃદય પ્રણયી વત્સ પાસે વસ્યું છે, રોકી રાખે કયમ જગતની લાલચો લેશ એને?

આવી ઉભી ત્વરિત ગતિથી-વ્હાલથી વત્સ પાસે, મીઠી દૃષ્ટિ ભરી નિરખતી, ચાટતી ચુમતી એ; હૈયા પાસે ઘડીક ગ્રહીને દીન વકત્રે દબાવે, ન આંસુના શુચિ સલિલથી સ્નાન સ્હેજે કરાવે.

ત્યાં તો લૂટી અહહ ! સહસા સર્વ સ્વાતંત્ર્ય લેતી, આવી ભૂંડી કુલિશ સરખી શૃંખલા કંઠ બાઝી; તોએ દૃષ્ટિ શિશુક ભણીથી ના વળે લેશ પાછી, બ્હીતી, ઢીલી, વિકળ સરખી એક એનેજ જોતી.

ને છૂટેલો નૃતિ વિરચતો ધાવતો વત્સ વેગે, મારે ગોથાં, પણ ન ચળતી, સ્તબ્ધ ઉભી ઉમંગે; સ્નેહે ભીનું હૃદય ઠલવ્યું દુગ્ધનું દાન દેતું, રે! છોડાવ્યો પણ ગૃહિણીએ, કષ્ટ ! હા કષ્ટ કેવું !

લૂંટી લીધું પય પલકમાં વત્સ માટે વહેતું માતર્ધેનો ! તુજ નિકટ હા ! એ અમે પૂર્ણ પીધું ! તોએ બીજે દિવસ ફરીને ધાવતો વત્સ દેખી, ભૂલી વૃત્તિ અમ–હૃદયની એ ક્રમે દુગ્ધ દેતી !