આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
( ૭૧ )
સંગીતથી ઉર અચિંત્ય જગાડતી એ, ને સ્નેહની નજર નાખી નિહાળતી એ; ધીમે હસી હૃદયને લલચાવતી એ, સંતાડતી મુખ ઘડીક બતાવતી એ.
નેત્રો રહ્યાં ચકિત એ છવિને નિહાળી, ને ચિત્તમાં પણ રહી પળ એક ચોંટી; ઉંચા કરે સહજ સ્પર્શ કરી શકાત, પૂછાત અંતર તણી કંઈ ગૂઢ વાત.
નિદ્રા પરંતુ ઉરથી અળગી ન થાય, એની મીઠી લહરિઓ વધતી જણાય; સા૫ત્ન્યભાવ ઉરમાં પ્રકટ્યો શું એને? સ્પર્ધા થકી હદયને ગ્રહી રેાકતી એ !
આકર્ષણો ઉભય મધ્ય પડી રહેલું, કર્ત્તવ્યમૂઢ મન સ્તબ્ધ બન્યું બિચારૂં, કીધો ન આદર, અનાદર એ દશામાં, છે સ્વપ્ન કે જરૂર જાગૃતિ એ દીસે ના,
અંતે કટાક્ષ ઉર ઉપર એક ફેંકી, અભ્યક્ત વક વદને કઈ શબ્દ કે'તી, ઉડી ગઈ ત્વરિત અંબરમાર્ગ એ તો, જાગી ગયું હૃદય સ્વસ્થ થયું હવે તો.