પૃષ્ઠ:Sudarshan Gadyavali.pdf/૧૦૦૨

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

________________

2019/4/28 ૯૪૮ સુઢા ન ગધાવલિ, ભેગાં કરવામાં આવે છે, અને તે પછી ઘણામાં ઘણી વાતો જે એક નિયમથી ખુલાસા થાય તેવા નિયમો ક૯૫નાથી ઉપજાવી કાઢવામાં આવે છે. આયૉવર્તાના લેાકાની પ્રકૃતિનું અનુ. માન કરવામાં વીલાયતના લોકોનું વિલોકન કરીને રચેલા મનુષ્યશાસ્ત્રને કાઈ સિદ્ધાન્ત એકાએક સત્ય અનુમાન ઉપજાવી શકે નહિ એ સ્પષ્ટજ છે. આર્યાવર્તની ખેતી, વર્ષાદ, પાક, ઈત્યાદિ સ્થિતિ વિચારવા માટે સ્થાનિક એવા પાશ્ચાત્ય દેશોના અવલોકનમાંથી ઉપજાવેલા સિદ્ધાન્તાનું શાસ્ત્ર, દેશકાલના ફેરફારનો હીસાબ ગણીને પણ, લાગુ કરવામાં આવે તો અનુમાન ચેકશ નીકળવું બહુ સંભવિત નથી. ખેતીવાડીની બાબતમાંજ પાશ્ચાત્ય દેશની જમીન, હવા, પાણીની સ્થિતિ, વદ તાપ વગેરે ઋતુના ક્રમ, એ બધું વિચારીને રચેલું કૃશિશાસ્ત્ર આ દેશની ખેતીને બહુ ઉપયોગી નથી થતું એમ ઘણાના અનુભવમાં આવ્યું છે, અને આ દેશના જુના ખેડુતોની માહીતી, તે તે ગામ પર જુદા જુદા પ્રસંગે બહુ ઉપયોગી થતી જણાઈ છે. શાસ્ત્ર અને શાસ્ત્રના સિદ્ધાંતો નિગી છે અથવા તેમની મદદ લેવી નહિ એમ કહેવાનું નથી, પરંતુ છાપેલાં શાસ્ત્રોનાં નામ જોઈને આપણે લોકોક્તિ જેવાં દુહા, ટાળા, વચના, તેની ઉપેક્ષા કરીએ છીએ, તેને ગપ કે વહેમમાં મુકીએ છીએ, ત્યારે ઉક્ત ચર્ચા ઉપર લક્ષ કરાવવાની જરૂર થાય છે. અને જે પુરતક ઉપર અત્યારે અમે લખીએ છીએ તે પુરતકમાં વષોદ, તાપ, ખેતી, પાક, ઉપદ્રવ, ઈત્યાદિ કૃષિકારને પરમ ઉપગની નાની અને મને હાટી સર્વે બાબતો વિષેની જે લોકોક્તિઓનો સંગ્રહ કરવામાં આવ્યા છે તે ખરેખર ઘ. ણાજ ઉપયોગી અને અનુભવ કરવા જેવા છે, નાગના પ્રખ્યાત કુંડળીઆ પણ અર્થ સાથે સંગ્રહી રાખવામાં તેમણે સારૂં ડહાપણુ વાપર્યું છે. આ સંગ્રહ કરનારે પાશ્ચાત્ય કેળવણીના દોરથી તણાઈ કોઈ કોઈ ઠેકાણે કેટલીક ઉક્તિઓને ખાટી કે વહેમ કહેવાની હિંમત કરી છે તે કરતાં સંગ્રહમાત્ર કરીને અનુભવ કરવાનું વાચનારને સાંધ્યું હોત તો વધારે સારું હતું, અને તેજ શાસ્ત્રીય રીતિ છે, એમ અમારું માનવું છે. આ સંગ્રહમાં આખા ગુજરાતમાં ચાલતાં ઘણું ખરાં વચન આવી જાય છે તે પણ તળ ગુજરાતનાં કેટલાંક રહી ગયાં છે જેના કઈ ખંતી મહેતાજી જેને ગામડામાં રહેવાનો પ્રસંગ હોય, તે સંગ્રહ કરશે તો તે બહુ ઉપયોગી થઈ પડશે. આવાજ લાકિક સંગ્રહો થવાની ઘણી આવશ્યકતા છે. ગામડાના હલકી પ્રતિના લોકે ખેતી કરતાં, કાપતાં, લણતાં, દળતાં, રમતાં, ફરતાં, જેજે નાનાં મોટાં ગીત, રાગડા, રાસડા, ગાય છે તેના સંગ્રહ કરવા જોઈએ. એમાં તે તે સ્થાનના સ્થાનિક ઈતિહાસની ઘણી જાણવા જેગ હકીકતો હોય છે, તે તે સ્થાનના લોકની પ્રકૃતિના રંગની ઘણી ઉપયોગી છાયા પ્રકટ થાય છે, અને ભવિષ્યમાં એમાંથી ઘણી લાભકારક વાતો ઉદ્દભવવાનો સંભવ છે. એમજ નિશાળામાં જે ગરબાવળીઓ ચાલતી થઇ છે તે પૂર્વે માતાઓ પોતાની બાળકીઓને શું ગાતાં શીખવતી હશે; લગ્નાદિક પ્રસંગોમાં જે નવાં નવાં ગીત ગવાય છે તે પ્રવેનાં જે શાસ્ત્રીય અને સંગીતાનુંસાર ગીતો છે તે કેવાં હશે; એ સર્વને સંગ્રહ થવાની બહુ અપેક્ષા છે. દેશની સ્થિતિ, રીતિ, અને એકંદર તે દેશનું દેશત્વ આવા રથાનિક સંગ્રહામાંથી રપષ્ટ થઇ શકે છે. અને અમે એમ ધારીએ છીએ કે કોઈ આગ્રહી નર આવાં કાર્ય સાથે ઉઠાવે તો તે ખરેખરી દેશસેવા બજાવી શકે anahi Heritage Portal, 2019 Sabarmati Ashram Preservation and Memorial Trust Gandhi Heritage Portal Fundamental Works: સુદર્શન ગધાવલી વિ8/50