પૃષ્ઠ:Sudarshan Gadyavali.pdf/૧૧૨

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

________________

2019/4/28 અભ્યાસ, થતા રહેવું. બુદ્ધિના ચમત્કારથી આશ્ચર્ય અને ભવ્યતા લાગી આવે, વિવાદ અને શંકાથી ઘડીકવાર સ્તબ્ધ થઈ અટકી પડાય, પણ હૃદયની પૂજા અપયા વિના એ ભવ્યતા કે સ્તબ્ધતા ચિરકાલ રહેતાં નથી, તુરતજ ઘસાઈ જાય છે, અને જે ક્ષુદ્રતા, અહંતા અને સંશયમાં મનુષ્યનો સ્વભાવ પડેલો હોય છે તેમાં ને તેમાં પુનઃ પડાય છે. માટે કાંઈ પણ ન સ્વીકારવાની જે ભુલ બુદ્ધિથી થાય છે તે કરતાં પણ કશાને હૃદયની પૂજા ન અર્પવા રૂપ જે ભુલ છે તે વધારે હાનિકારક અને અધમતામાં ઉતારનારી છે. સાધકે સંતુષ્ટ અને ઉદાર હૃદયે સર્વત્ર પૂજ્યની પૂજા કરવા અને તેની સાથે પ્રેમ ધરવા તત્પર રહેવું આજકાલ સ્વાતંયની એક ભાવના પાશ્ચાત્ય શિક્ષણે યુવકના મનમાં ઘાલી દીધી છે. આજ્ઞાકારિત્વ, વૃદ્ધ અનુભવનુ માન, હૃદય અને બુદ્ધિની પૂજા અને ભક્તિ, એ આદિથી દુર રહી ઉદ્ધતાઈ, અહંતા, અને દુષ્ટતાને આશ્રય કરવો તેને ચપલ બાલકે સ્વતંત્રતા સમજવા લાગ્યાં છે; કેટલાક માટે મૂછે આવ્યા પછી પણ એ સ્વાતંત્રયની ભાવનામાંથી મુક્ત થઈ શકતા નથી. આચારમાં આવું સ્વાતંત્ર્ય અને વિચારમાં શંકા એ બે સિદ્ધાન્ત ઉપર વર્તમાન કેળવણીને પાયે ચાલે છે. કશાનું વખાણ ન કરવું કશાની ભક્તિ ન પામવી* કશું ન સ્વીકારવું એ યુવકને કાયદો થયો છે. પણ એમાંજ વિનાશ, આત્મન્નિતિ અને દેશન્નતિ સર્વના વિનાશનાં બીજ છે પેતાને પોતાનીજ ભક્તિ થઈ એટલે ઉન્નતિ, ઉત્તમતા, જ્ઞાન, તેના માર્ગ બંધ પડ્યા અને અધમતાનો માર્ગ ઉઘડ્યો. સાધકગણો ! એ વિપત્તિથી બહુ સંભાળ રાખીને વિદૂર રહેજો. સત્સમાગમ, સજજત, સચ્ચારિત્ર, સવ ની ભક્તિ અને પૂજા કરતા થશે. જે ક્ષભાવથી વ્યાવહારિક પામર જ્યાંને ત્યાં પોતાની બુદ્ધિ અને શક્તિથી સર્વ વાતનું માપ કરવા તત્પર થાય છે તે કુટેવને ભુલી જજો; તમે પોતે કશી વાતનું પ્રમાણુ થવાને યોગ્ય નથી એમ માનજે; માત્ર તમારી પોતાની શ્રદ્ધા અને ભક્તિનું માપ તમે પેતે થઈ શકે એમ અનુભવજે; એ વિષયમાં તમારા કરતાં કોઈ અધિક ન થાય તેની કાળજી રાખજે. " શમ, દમ, ઉપરમ, તિતિક્ષા અને શ્રદ્ધા એટલાં પાંચ અંગને આપણે વિચાર કરી ગયા. પ્રથમ ત્રણ અંગથી વિરાગની ભાવના સારી રીતે સિદ્ધ થાય છે, તિતિક્ષાથી તે ભાવનાનો અનુભવ આવે છે અને શ્રદ્ધાથી એ ભાવના પુષ્ટ થઈ જાય છે. વિવેક જે આત્મસ્વરૂપને એળખનાર તેતે સર્વમાં અનુગતજ રહે છે, એટલે વિવેક વિરામ અને શમાદિષટસંપત્તિથી આમાનુભવ આવવાના ક્રમ સાધકને હવે સરલતાથી લક્ષમાં આવ્યા વિના રડેશે નહિ. આટલું સમજાયા પછી સમાધાન એ છઠ્ઠા ઉપાંગને વિવેક સહજ છે. હવે આપણે તે ઉપર આવી શમાદિ સંપત્તિ એ તૃતીય અંગની સમાપ્તિ કરીશું. ' સમાદિષટસંપત્તિમાંની પાંચ સંપત્તિને આપણે વિચાર કરી જોયા. શમ દમ ઉપરમ અને તિતિક્ષાથી પરમ વિરાગમાં દઢ થયેલું અંતઃકરણ વિવેકે કરીને પ્રાપ્ત કરેલી આમભાવના ઉપર શ્રદ્ધાલુ થઈ શ્રવણ, મનન, નિદિધ્યાસન પર્ય"તની વિપુલ શ્રદ્ધા અનુભવતે અનુભવતે સંશય અને વિપર્યયથી મુક્ત થાય, એટલે સમાધાનના મણ સાધકને કરતલગત છે. સમાધાન એ શમાદિ સંપત્તિનું છેલ્લું અથવા છઠું અંગ છે. શંકર ભગવાન તેનું લક્ષણ વદે છેઃ सर्वदा स्थापनं बुद्धः शुद्धे ब्रह्मणि सर्वदा । तत्समाधानमित्युक्तं न तु चित्तस्य लालनम् ।। Gandhilflertage Portal 2019 Sabarmati Ashram Preservation and Memorial Trust Gandhi Heritage Portal Fundamental Works: સુદર્શન ગધાવલી 8/50