પૃષ્ઠ:Sudarshan Gadyavali.pdf/૧૧૩

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

________________

2019/4/28 - ૫૯ સુદર્શન ગદ્યાવલિ, બુદ્ધિને સર્વદા શુદ્ધ એવા બ્રહ્મને વિષે સર્વદા સ્થાપન કરવી તે સમાધાન કહેવાય છે. | ચિત્તનું જે લાલન તે સમાધાન નથી. -- - હૃદયને અભેદભાવનાનો અતુલ વેગ લાવા જોઈએ, ચકડોળમાં ચઢીને ઉતરેલા પુરુષને, કે આગગાડીમાં લાંબી મુસાફરી કરી ઉતરેલા પુરુષને, થિર પદાર્થ પણ ભ્રમણ પામતાજ લાગે છે, તે અભેદભાવનાને વેગ હદયને લાગવા જોઈએ. એ વેગ ચઢેલા હોય તે સમયે તો નાનાવમાત્ર અભેદમય અનુભવાય, પણ તે પછી એ અભેદમયતાની ભાવનામાં વિક્ષેપ આવે નહિ એ સબલવેગ હૃદયને લાગી રહેવો જોઈએ. મનુષ્યને જે સંકોચ અને કૃપશુતા, સાંકડ' મન સાંકડી બુદ્ધિ અને સાંકડા વિચાર પ્રેરે છે, સ્વાર્થની અનેક રચનાઓ વિતારી, રણ, ષ, આશા, નિરાશા, આદિ કલેશને વિસ્તારે છે, તે સર્વનું મૂલ, હદયને કશી પણ ભાવનાને વેગ લાગવા દીધેલે નહિ, વેગ લગાડવાની ચિજ કરેલી નહિ, એ છે. અને ભેદભાવના એ સર્વ ભાવનાનો સાર છે; પણ કોઈ એ પ્રકારની ભાવના, ગમે તે સંગીતની, કાવ્યની, પરોપકારની, ધમની, કર્મની, કોઈ પણ પ્રકારે જેમાં હું અને હુ'નો વિસ્તાર કરનાર સ્વાભિમાનને ભુલી શકાય, તેવી ભાવનાને વેગ જે હૃદયને લાગ્યા નથી તેને કૃપણુતાથી મુક્ત થઈ અમેદભાવના ભણી દૃષ્ટિ કરવાનો પણ અવકાશ નથી. જગતમાં જે ઘણામાં ઘણાં દુ:ખી માણસ છે, ઘણામાં ઘણાં દુ:ખની બુમ પાડનારાં છતાં તેમાંથી છુટવાનો ઉપાય ન કરનારાં માણસ છે, તે આ વર્ગનાં માણસ છે; દુભાંગ્યે તેમની જ સંખ્યા સંસારમાં ઘણામાં ઘણી છે, તેમણેજ સંસારને અનર્થ મય કરી મૂકી છે, ભાવનાને અસાર કરાવી છે, ટાઢા, માળા, સાંકડા હીસાબની ગણતરી વાળા જીવનમાંજ સર્વસ્વ માની કલેશપરંપરાની જાલ વધારી દીધી છે. સર્વ ભાવનાના સારરૂપ અભેદભાવનાનો વેગ સર્વ કાલને માટે હૃદયને લગાડવાને અર્થે અભેદમયી દૃષ્ટિ કરાવી પ્રાકૃત દૃષ્ટિએ જોવાનો સ્વભાવ છે તે મૂકાવી અભેદમયતાજ દેખાય એવું' કરી આપવાને અર્થે, સાધનસંપત્તિને વિવેક છે. જે અભિમાન અને કૃપણુતાથી અભ્યાસ અને ભેદમય સંસારને વિરતાર થાય છે તેને નિમૅલ કરવાના હેતુથી હદય વિસ્તારના પાઠ ભણવાના છે. અંતઃકરણની વૃત્તિ અભિમાનાકાર થાય છે, અભિમાને ઈષ્ટ એવાં વિચાર પદાર્થ આદિના આકાર પણ તેની તેજ વૃત્તિ ધારણ કરે છે, અને અનેક વિક્ષેપ વિસ્તારે છે. એવી જે વૃત્તિ તેના નિરાધ કરવાનો માર્ગ હાથ થાય, તે વૃત્તિ અમેદમયી થઈ જાય એવો માર્ગ જડે, તે હદયવિસ્તાર અને અભેદભાવનાને વેગ અનુભવાતાં મેક્ષ માર્ગનું દર્શન થાય. અને તઃકરણની વૃત્તિઓનું નિરંતર નિરીક્ષણ કરતા રહેવું જોઈએ. શામાં તેને જવા દેવી, શામાં ન જવા દેવી એના વિચાર કરવો જોઈએ, દેહાદિથી આરંભી સંસારના અથવા આલેક અને પરલેકના જે જે ભેજ્ય વિષયે અહેમમત્વના આલંબન થાય છે તેમની નિઃસારતા એ વૃત્તિને સમજાવવી જોઈએ, અને એમ વિરાણવાન થયેલી વૃત્તિને નિત્ય અભેદભાવનામાં એકાગ્ર કરીને સ્થાપવાનો અભ્યાસ રાખવો જોઈએ. વૈરાગ્ય અને અભ્યાસથી સિદ્ધિ મળે છે. એ અભ્યાસને અર્થે વૈરાગ્યનું સ્વરૂપ સમજાવી, કેવી ભાવનાને અભ્યાસ વૃત્તિમાં ઠરાવ, વૃત્તિ કેવી ભાવનારૂપ કરવી, તે સમજાવવા વિવેકનું સ્વરૂપ કહ્યું છે. મુખ્ય વાત તો આ એજ છે; અભ્યાસ અને વેરાગ્ય. મેંગસૂત્રમાં તેમજ ભગવદ્ગીતામાં એ જ મુખ્ય રીતે કહેલાં છે. પરંતુ અભ્યાસની રીતિ અનેક અનેક પ્રકૃતિને અને અનેક જડી આવે તેમ છે, કોઈને કાંઈ અનુકલ છે, કાઇને ahan Heritage Portal 2019 Sabarmati Ashram Preservation and Memorial Trust Gandhi Heritage Portal Fundamental Works: સુદર્શન ગધાવલી 9750