પૃષ્ઠ:Sudarshan Gadyavali.pdf/૧૧૫

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

________________

2019/4/28 સુદર્શન ગદ્યાવલિ. તેમાં અંત:કરણ વૃત્તિને તે તે આકારે થવા દેવી અને તે તે સુખદુ:ખ, રાગદ્વેષ, વિચાર આદિમાંજ વૃત્તિનો વ્યાપાર અને પરિણામ માનો એ અત્યંત અનિષ્ટ અને અહિતકર છે. જ્ઞાનમાત્ર વૃત્તિથીજ થાય છે, જેટલું જેટલું જ્ઞાન છે તે વૃત્તિજ્ઞાન છે, અને વૃત્તિમાત્રને અવભાસક સાક્ષીત વૃત્તિથી પણ પાર છે. વૃત્તિ તે સાક્ષીને વિષય કરતી નથી, એ નિગૂઢાર્થ પ્રકાશવાનેજ કહેવલિમાં વિક્ષતિં વિજ્ઞાનતાં વિજ્ઞાન વિજ્ઞાનતાં એમ કહેલું છે; વૃત્તિના વિષયરૂપે સલીને જે અનુભવે છે, તે હજી આત્મસાક્ષાત્કાર પામ્યો નથી, જે એમ અનુભવ પામ્યો છે કે સાક્ષી તે વૃત્તિનો વિષય થઈ શકતા નથી તેજ સાક્ષાત્કારને પામે છે. શંકરભગવાને પણ વૃત્તિવરમાળ (શ્વ સમાધિજ્ઞાનસંશવા એમ અપક્ષાનુભૂતિમાં જ્ઞાનરૂપ સમાધિનું સ્વરૂપ કહેતાં વૃત્તિવિમરણની, અર્થાત સાક્ષી વૃત્તિનો વિષય થઈ ન શકે એ અનુભવની આવશ્યક્તા દર્શાવેલી છે. વૃત્તિને પ્રથમ નિર્વિકાર કરી, અભ્યાસ દશામાં બ્રહ્માકાર કરી, પછી બ્રહ્મને વૃત્તિના વિષયરૂપે નહિ પણ સાક્ષીરૂપે અનુભવવું તે જ્ઞાનસમાધિ છે, આ પ્રકારે વિચારતાં જ્ઞાનમાત્ર વૃત્તિજ્ઞાન છે ત્યારે વૃત્તિમાત્ર તે તે વિષયવિચારાદિમાંજ રમણ કર્યા કરે, તે તે વિષયવિચારાદિમાંજ પિતાને વ્યાપાર અને પરિપાક માને, તેનું નામજ ચિત્તનું લાલન કહેવાય; વૃત્તિના સાક્ષીને અનુભવવાના માર્ગ પ્રત્યેક વૃત્તિદ્વારા થાય તેનું નામ સમાધાન કહેવાય. - ચિત્તનું લાલન અને સમાધાન એ વચ્ચેનો તફાવત ધણો મહોટ છતાં સામાન્ય - ષ્ટિમાં તુરત ન આવી શકે તે સૂક્ષ્મ છે. સાધકે તેને સંપૂર્ણ વિચાર કરી જોઈ પિતાની વૃત્તિમાત્રને લાલનના માર્ગ ઉપરથી સમાધાનના માર્ગ ઉપર લાવવી. લાલનમાં વૃત્તિ જ્યારે પોતાના વિષયનેજ ફલરૂપ માને છે ત્યારે સમાધાનમાં વૃત્તિ પોતે જ પોતાના ઉપશમ ઉપજાવી પિતાના અવભાસક સાક્ષીને અનુભવી લે છે. દષ્ટાંતથી આ વાત સ્પષ્ટ કરવા યત્ન કરીએ. ધનસંપત્તિથી. સમૃદ્ધ ધનિક પુત્રદારાદિ સુખવિલાસમાં વિહરે છે; તેને વિવિધ કાર્ય કરવાં પ્રાપ્ત થાય છે, લાભ હાનિના પ્રસંગ આવે છે, પ્રતિકા વ્યવહાર આદિ સાચવવાં પડે છે, રાગદ્રપના અનેક વિષય ઉપસ્થિત થાય છે. તે પ્રત્યેકમાં તેની પ્રવૃત્તિ થાય તે વૃત્તિ વિના થતી નથી, વૃત્તિ તે તે આકારે થાય છે, ને તે તે કાર્ય કરાવે છે. પુત્રનું લગ્ન કરવાને તેને પ્રસંગ આવ્યા. વૃત્તિ તદાકાર થઈ. તે કાર્યની ધામધૂમ, આપ લે, ભેજન વ્યય ઇત્યાદિના અભિમાન, તે તે આકાર વૃત્તિ ધારણ કરે છે ને તે ધનિકને પ્રવર્તાવે છે. લગ્નને અવસર વીતે છે એ ટલે ધણી પ્રતિષ્ઠા સાથે એક મહકાર્ય કરી નાતમાં ને ગામમાં સર્વોપરિ કાર્ય કર્યાના અભિમાનમાં તેને સંતોષ આવે છે, ને વર્ષ છ માસ તેની વાત કરવામાં તે સંતોષની પરિસીમા થાય છે. એ ધનિકનું જીવન અત્યંત પ્રાત, એટલે પામરેના જેવું છે, તેની વૃત્તિઓના વ્યાપાર તે તે વૃત્તિના વિષય થનાર લગ્નપ્રસંગ જેવા પ્રસંગોમાંજ રહે છે અને તે પ્રસંગેના સફલ નિલ અભિમાનને સંતોષ કે ખેદ તેજ તેની વૃતિના વ્યાપારનું કુલ છે; તેને અનેક તુરંગ અને વિચારવાની પરંપરા પણ વચમાં વચમાં ચાલતી જ રહે છે, ને તે પશુ વૃત્તિના વિષય બની વૃત્તિના વ્યાપાર અને ફલરૂપે તેને બાંધી રાખે છે. આવી રીતિએ ચિત્તવૃત્તિના જે વિલાસ તેને ચિત્તનું લાલન કહેવાય. બાલકને જેમ પોષણ આપી પાલન કરીએ છીએ, અને તેને ખુશ રાખવા રમકડાં, મીઠાઈ, ઈત્યાદિ આપી, લાડના અને ટાળના શબ્દો કહી, પેરિસ ચડે તેમ લાલન કરીએ છીએ, તેવી રીતે અભિમાનથી ચિત્તનું પાલન કરી, ચિત્તવૃGanan Heritage Porta 2019 Sabarmati Ashram Preservation and Memorial Trust Gandhi Heritage Portal Fundamental Works: સુદર્શન ગધાવલી 1150