પૃષ્ઠ:Sudarshan Gadyavali.pdf/૧૩૨

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

________________

2019/4/28 ૭૮ સુદર્શન ગદ્યાવલિ. તેનાં અમુક કારણ છે, ઈત્યાદિ વાદ કરે છે તેમાંજ તે બુદ્ધિને સ્વીકારે છે, માત્ર દુરાગ્રહથી કે જડતાથી, એટલે સુધી આવેલી બુદ્ધિને આગળ લઈ જવામાં હાનિ દેખે છે, કે ડરે છે. આભાની પ્રત્યક્ષ સાક્ષીને એક આધાર રૂપે રાખી બુદ્ધિને પ્રવર્તાવા દેવાથી અદ્વૈત વિના બીજો સિદ્ધાન્ત સિદ્ધ થા અશકય છે, અને એ પ્રમાણે બુદ્ધિને ચલાવવામાં લાગણીને નુકશાન થવાના, કે અનવસ્થારૂપ અપ્રતિષ્ઠાનો ભય આવવાનો સંભવ નથી. - ધર્મસ્વરૂપ ઠરાવવામાં તે બુદ્ધિએજ સુકાન હાથ રાખવું જોઇએ, પછીના નિર્ણય પ્રમાણે અમલ કરવામાં લાગણીને પોતાનું સ્થાન બુદ્ધિ આપે તે ઝાઝા બધ નથી. એવા સમય આવે છે કે જયારે બુદ્ધિ અને લાગણીના વિષય જુદો રહેતો નથી. જ્યારે જાણવું તેજ માનવું, અને માનવું તેજ જાણવું, એવી સ્થિતિ થઈ રહે છે, અને વ્યવહાર પરમાર્થ એક થઈ. અભેદ સિદ્ધ થાય છે; એ સમયની સર્વને અપેક્ષા છે, એનેજ આધારે નીતિના પાયે ઉમે છે. નીતિ શું ? વ્યવહારમાં એમ વારંવાર જણાય છે કે જેને એક ઠેકાણે નીત કહેવામાં આવતી હોય છે તે બીજે ઠેકાણે અનીતિ કે નીતિબાહ્ય મનાય છે ! વ્યવહાર ઉપર નજર કરીએ તો નીતિને એક પણ માગ હાથ આવતા નથી, કાઇ ઇશ્વરજ્ઞાનને, કાઇ અંતરની પ્રેરણાને, કાઈ ઉપયુક્તતાને નીતિના બંધારણના નિયામક રૂપે માને છે, પણ વ્યવહાર માત્ર ઉપરજ જેની દૃષ્ટિ છે એવું એકે ધારણુ ત્રિકાલાબાધ સિદ્ધાન્ત બતાવી શકતું નથી. તેમાં પણ જીવ, ઈશ્વર, જગત એવા ત્રણ ભેદ માનનારની નીતિનું ધારણ તો બહુજ અસંતોષકારક રહે છે. જીવ અને ઈશ્વરના વિષયે પોતાના વતનમાં ઘણીવાર વિરેાધભાવ પકડે છે, કવચિત જગત પણ તે એના વિરોધમાં ત્રીજો વિરોધ ઉમેરે છે, ને એ સર્વનું સમાધાન તે મતવાળા પ્રાર્થનાથી, માફ માગવાથી, સાધે છે. પણ વિશ્વનિયમ માફ માગવાથી બદલાતા નથી. તેને બદલી શકે એવો કોઈ કત્તાં નથી, હોય તો પણ તે વિપરીત વૃત્તિવાળા થવાથી કત્તાં થવા યોગ્ય નથી. - અદ્વૈત પક્ષે જોતાં અભેદભાવના એજ સવ ન્યુનાધિતા, દુ:ખદોષ, ઇત્યાદિ તારતમ્ય માત્રને નિર્મલ કરવાના ઉપાય છે, અને તેજ ઉત્તમોત્તમ નીતિનિયામક છે. વિશ્વના નિયમે જે પ્રકારે પ્રવર્તે છે તે પ્રવૃત્તિમાં એ કાંત નઠારૂં એવું કશું છે નહિ, જે નઠારૂં સારૂં, સુખ દુઃખ, મનાય છે તે માનનારની વૃત્તિનેજ ચમતકાર છે. અથોત એવી ખાટી વૃત્તિ શમવી એજ આવા ઉત્તમોત્તમ અમેદનો માર્ગ છે; ને તેવી અભેદ સિદ્ધ થયાનું ચિન્હ એ છે કે સુખમય એવી જે વિશ્વરચના અને તેની પ્રવૃત્તિ તે સાથે–વિક્ષેપ કરનાર વૃત્તિને અભાવેએકાકાર થઇ તદનું લતામાંજ લય પામી જવું. બીજી રીતે કહીએ તો પિંડ બ્રહ્માંડ એક થવું. આ ધારણ લક્ષમાં રાખી વર્તવાથી વ્યવહારની પણ ઉત્પત્તિ સહજે થાય છે, અને જે જે વાત અમેદ પ્રતિ દોરનાર તે તે નીતિમય એ સ્પષ્ટ અને સુગમ સિદ્ધાન્ત હાથ આવે છે. a નીતિના નિયમ હાથ આવે તેમજ સારા નકારાના વિવેક બની શકે. જ્યાં સુધી વિશ્વના સ્વરૂપ વિષે કાંઈ પણ નિર્ણય કરવામાં આવ્યા નથી, અર્થાત પદાર્થવિજ્ઞાનથી કે તત્ત્વવિચારથી જયાં સુધી જીવિતના હેતનું સ્વરૂપ બંધાયું નથી ત્યાં સુધી નીતિનું' ધારણ હાથ આવવું અશકય છે. કારણ સ્પષ્ટજ છે કે નીતિના કુલ રૂપ જે સુખ તે સુખનું સ્વરૂપ બંધાવામાં કશે નિયમ હાથ રહેવાના નહિ, કેમકે સુખના સ્વરૂપને નિશ્ચય વિશ્વના સ્વરૂપના અને તે ભેગા જીવિતના હેતુના સ્વરૂપના, નિર્ણયની સાથે જ બની શકે તેમ છે. વિશ્વસ્વરૂપના ananlileritage Porta 2019 Sabarmati Ashram Preservation and Memorial Trust Gandhi Heritage Portal Fundamental Works: સુદર્શન ગધાવલી 28/50