પૃષ્ઠ:Sudarshan Gadyavali.pdf/૧૭૫

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

________________

2019/4/28 પ્રશ્નમાલા, અને તો પણ એ સવાલના ફડચા માટે પેદા થયેલા છે. એમાંથી સારું ફલ થવાનો સંભવ જણાતો નથી. કેટલાક પ્રાચીન મહાતમાઓનું એમ માનવું છે કે જયારે લાકે ભેદભાવનાને ભુલી સર્વને પિતારૂપ જાણશે; જ્યારે ભેદવાદની નીતિ માત્ર ઉન્મેલ થશે; ત્યારે સાર્વત્રિક સુખનો સંભવ આવશે, ત્યારે જ મનુય મનુષ્ય એકતા ગૃહતાં થશે, ને કલેશ હયાત છતાં વિષમુક્ત થઈ રહેશે. આવા ઉદ્દેશથી ૯ થીઓસોફી ” નો ઉદ્દભવ છે. એ થીઓસોફી તે સર્વ ધર્મ, સવે મત, સર્વ તર્ક-પ્રાચીન-અર્વાચીન–તેનું તત્વ છે, એટલે તે સર્વ માં થોડી થાડી છતાં, સર્વે આખાં ને આખાં તેનામાં છે. અર્થાત ૧ થીઓસૈફી ” 'કોઈ ધર્મ નથી, કોઈ * પંથ નથી, કોઈ સંપ્રદાય નથી, તેના અમુક ગુરુ આચાયોદિ નથી, તે જ્ઞાન માત્રને એવે રસ્તે સમજાવવાનો પ્રયત્ન માત્ર જ છે કે જેથી એકભાવ સિદ્ધ થઈ અભેદના અનુભવ થવા માંડે. અધ્યાત્મમંડલને પણ હેતુ તેને તેજ છે, ને તેથી જ તેની જરૂર ઉધાડી છે. મતબહુત્વમાં વધારે કરી દેશને હાનિ કરનાર દુષ્ટ સાધનમાંનું અધ્યાત્મમંડલ નથી; કેમકે તેના મૂલ ઉદ્દેશક મત નહિ પણ નિમંત છે, ભેદ નહિ પણ અમેદ છે, મારૂં જ ખરૂં એમ નહિ પણ સર્વનું ખરું એ છે, દૈત નહિ પણ અદ્વૈત છે, અહં મમત નહિ પણ સમત્વ છે. જેનાથી દેશને હાનિ થાય છે, તેવા મત મતાંતરો તે હું અને મારું તે ઉપરજ રચાયેલા હોય છે, આતા કેવલ હું અને મારાના અભાવરૂપ સર્વ મમતા ઉપર ઉભેલું છે. જગતને પરોપકાર કરનાર સાધનમાંનું મુખ્ય સાધનજ “ થીએસૈકી ” યાને “ અધ્યાત્મમંડલ ” તે છે. - ૨. અધ્યાત્મમંડલ તે “ થીઓસોફી, ” ત્યારે “થીઓસોફી” તો બુદ્ધ ધર્મનું રૂપાન્તર છે, ને મેડેમ બ્લેટસ્કીના વિચારે પ્રમાણે ચાલે છે, એટલે તે અમુક પંથક છે, ને તેથી નિરુપયોગી છે. ૩. આ ટીકારૂપ પ્રશ્ન કેવલ ગેર સમજથી પેદા થયો છે. થીઓસોફી બુદ્ધ ધર્મનું રૂપાન્તર છે, તેમ ક્રીશ્રીઅન ધર્મનું, પારસી ધર્મનું, હિંદુ ધર્મનું, મુસલમાન ધર્મનું કે પ્રાચીન ઈજીપેશીઅન, કે હિબ્રુ, ધર્મનું પણ રૂપાન્તર છે. આ વાત યથાર્થ સત્ય છે, પણ લવામાં જરાક ફરક છે; સત્ય એ છે કે એ બધા ધર્મ થીઓસોફીનું રૂપાતર છે, થીઆસેડી તેમનું રૂપાન્તર નથી. થીઓસોફી એ એવું અનાદિ સિદ્ધ સત્ય છે કે જેને થોડે થોડે આશ્રય કરી, તે તે ધર્મ સ્થાપનારાઓએ, દેશ કાલ ગ્રાહક આદિ અધિકાર લક્ષમાં લઇ પોતપોતાના મત રચેલા છે એટલે સર્વ ધર્મમાં તે હોય એમાં નવાઈ નથી, ને તે હરેક કેાઈ ધર્મના રૂપાન્નર રૂપે ઉપર ઉપરથી જેનારને સમજાય એ પણ આશ્ચર્ય નથી. બાકી કોઈ એક ધર્મ સંપૂર્ણ ૯ થીઓસોફી ” છે એમ કહેવાય નહિ; સર્વ ધર્મનાં સત્ય ભેગાં કરતાં “થીઓસોફી ”નું રૂપ સમજાય. મેડમ ઑસ્કીએજ આ વાત પ્રથમ પ્રસિદ્ધ કરી એમ નથી, તેની પૂર્વે કૃષ્ણ, બુદ્ધ, ક્રાઈસ્ટ, ઝરથુસ્ત, મહંમદ, શંકરાચાર્ય, અપાલાનીઅસ, પેરેસેસસ, વગેરે ઘણા મહાભાઓ જગતને એની એ વાત જાહેર કરી ગયા છે. આ સંકામાં એ વાત પ્રસિદ્ધિમાં આથનાર મેડેમ બ્લેસ્કી છે એ વાત ખરી છે, ને તે મહાત્મા એ કામ માટે સર્વથા યોગ્ય હતી. તેના ગુરુની આજ્ઞાનુસાર તેણે જગતને એક નવા જેવો પણ અનાદિ સિદ્ધ પરમહિત માર્ગ બતાવ્યા છે, ને તેનો લાભ લેવા જે યોગ્ય હોય તેમને અતિ અમુલ્ય તક બક્ષી છે. એ ગરએ એ કાર્યની યથાર્થ નિરીક્ષા કર્યા કરે છે, ને જે જે સમયે જે યોગ્ય હોય તે યેન કેન પ્રકારેણ સંપાદિત કરે છે. આમ હોવાથી હું થાકી ” યાને અધ્યાત્મમંડલ તે પંથ નથી, પણ સવરપ પરમાર્થ માર્ગ છે, ને અતિ ઉપયુક્ત છે. | ainianus er tages orta 2019 Sabarmati Ashram Preservation and Memorial Trust Gandhi Heritage Portal Fundamental Works: સુદર્શન ગધાવલી 21/50