પૃષ્ઠ:Sudarshan Gadyavali.pdf/૧૭૮

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

________________

2019/4/28 ૧ર૪ : સુદર્શન ગદ્યાવલિ. જાણે યોજ્યો હોય તેમ, એ નિયમ રાખેલ છે કે વાસના તજ્યા વિના એ શક્તિ પ્રાપ્ત થતી નથી. એટલે આવી વાત ગુપ્ત છે તેમાં કોઈને હાનિ નથી. પણ આત્મજ્ઞાન અને આમભાવ તેના માર્ગ તે ધેરી રસ્તા જે ખુલે છે, એને માટે ઇચ્છા ન હોય, કે પ્રયાસ ન હોય તો તે સદા બંધજ છે.. ૬, આત્મજ્ઞાનનો માર્ગ ખુલે છે એમ કહ્યું ત્યારે જ્ઞાન તેજ મોક્ષ એમ માનવું કે બીજું કાંઈ ? - ઉ. જ્ઞાન તેજ મોક્ષ એ વાત યથાર્થ છે. પણ એમાં બે ચાર વાત સમજવા જેવી છે. મક્ષ એટલે શું તેજ પ્રથમે બરાબર જાણવું જોઈએ. કેટલાક એમ કહે છે કે મુવા પછી વૈકુંઠમાં જવાય તે માક્ષ, કેટલાક કહે છે કે મુવા એટલે સદૈવ મોક્ષજ છે, કેટલાક ખાવા પીવામાં ને સંસારસુખમાંજ મેક્ષ માને છે; કેટલાક તવજ્ઞાનથી વિચાર કરીને મોક્ષનું સ્વરૂપ બતાવે છે તેમાં ન્યાયવાળા દુખાયુન્તાભાવને મોક્ષ કહે છે, સાંખ્યવાળા કૈવલ્યને મોક્ષ કહે છે, એમ અનેક અનેક વિચાર ચાલે છે પણ તે બધામાં એવા ભાવ આવે છે કે મેક્ષ છે તે કાંઇક કરવાનું, પ્રાપ્ત કરવાનું છે. આ વાતજ મૂલે બરાબર નથી તો પછી તે જે પ્રાપ્ત કરવાનું તેમાં કાંઈક વિરોધાદિ છે કે કેમ એ તપાસવાની વાત જુદી છે. મેક્ષ થવાનો એ વાત માનવા યોગ્ય નથી, કેમકે જે આતમાં સર્વત્ર વ્યાપક છે, નિત્ય શુદ્ધ છે, નિર્વિકાર છે, તેને એવું કાંઈ વળગેલુંજ નથી કે જેમાંથી તે મુક્ત થાય અને મોક્ષ પામે. જે જે વસ્તુ તેનામાં કલ્પિત છે તેનાથી તેને કો બાધ નથી, એટલે કલ્પિતથી તેનો મોક્ષ થવાને પણ અવકાશજ નથી. આમાને સ્વભાવજ મુક્ત છે, જેમ અગ્નિનો સ્વભાવ દહનાત્મક છે. એટલે સર્વથા મેક્ષ તે સ્વતઃસિદ્ધ છે, પણ તે વાત યથાર્થ અનુભવાતી નથી એટલે મેક્ષ નથી એવી ભ્રાન્તિ થાય છે. એ બ્રાન્તિ મટાડવી એટલાજ શાસ્ત્રમાત્રના ને ઉપદેશમાત્રને ઉપગ છે, બાકી બ્રાન્તિ મર્યા પછી તે બધાં નિરુપયોગી છે. આવા વિવેક હોવાથી જ્ઞાન એટલે કે વસ્તુગતિ અમુક પ્રકારની છે એવું જ્ઞાન તેજ મોક્ષ છે એમ કહેવામાં કશે બાધ નથી, ને ઉપર સમજાવ્યા પ્રમાણે તેજ ખરી વાત છે. પણ હવે એ જ્ઞાન પણ બે પ્રકારનાં થાય છે, પરાક્ષ ' અને અપરાક્ષ, તાવ આવતો હોય તો આસડ પીધાથી તાવ જાય એ અમુક એસિડનું પક્ષ જ્ઞાન છે, પણ તાવ આવતાની સાથે તે ઓસડ પીધાથી તાવની નિવૃત્તિ થાય છે તે આસડનું અપક્ષ જ્ઞાન છે. આત્મા છે, બ્રહ્મ છે, બ્રહ્મ અને જીવ એક છે એ આદિ જે જ્ઞાન તે પરાક્ષ છે, પણ જ્યારે હું બ્રહ્મ છું', સર્વ બ્રહ્મ છે, એ દૃઢ નિશ્ચય અનુભવાય ત્યારે તે અપરાક્ષા જ્ઞાન કહેવાય. એવું અપક્ષ જ્ઞાન અજ્ઞાન નિવૃત્તિથી થાય છે. એ અપક્ષનેજ સાક્ષાત્કાર, અભેદ, ઇત્યાદિ નામથી કહે છે. આ પ્રકારે જ્ઞાન એજ મોક્ષ એ સિદ્ધાન્ત વાસ્તવિક છે. ૭. ત્યારે ભક્તિ આદિથી મેક્ષ નહિ ? ઉ. કર્મ, ઉપાસના, અને જ્ઞાન એવા ત્રણ માર્ગ અનાદિ કાલથી પ્રસિદ્ધ છે; યજ્ઞયાગાદિ કરીને ચિત્તને અમુક દેવતા મૃતિ ઈત્યાદિ ઉપર શ્રદ્ધાવાન કરવું એ કમમાર્ગનું કુલ છે, ઉપસનાનું ફલ એ છે કે તે તે દેવતાદિ ઉપર ચિત્તની એકાગ્રતા કરવી; અને જ્ઞાનમાર્ગનું કલા એ છે કે તેવા અમુક સ્થાનમાંથી ત્તિને ખસેડી સર્વત્ર અભેદ ઉપર સ્થિર કરવીઆ ત્રણે માર્ગને આ ક્રમ છે, અને પૂર્વ પૂર્વ માર્ગ ઉત્તર ઉત્તરના કારણ રૂપ છે, તેમાં જ્ઞાન એજ છેવટના ઉત્તમ માર્ગ છે. કમ ઉપાસના અથવા ભક્તિ, એ જ્ઞાનનાં સાધન છે, પણ તેજ કલા iainian Heritage Porta 2019 Sabarmati Ashram Preservation and Memorial Trust Gandhi Heritage Portal Fundamental Works: સુદર્શન ગધાવલી 24850