પૃષ્ઠ:Sudarshan Gadyavali.pdf/૧૮૦

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

________________

2019/4/28 ૧ર૬ સુદર્શન ગદ્યાવલિ, બતાવીને મનોવૃત્તિ તે સુખ દુઃખ એ પક્ષના આક્ષેપ કરવામાં આવે તો એ ઉદાહરણથી ક્ષતિ નથી, કારણ કે જે મરણરૂપ દુ:ખ તે સમલમાં સ્વતઃસિદ્ધ નથી કેમકે એના એજ સેમલ સુખ પણ કરે છે; અને મરણ પોતે પણ વસ્તુગત્યા દુ:ખજ છે એમ નથી; એટલે તે તે વસ્તુ, સંભવ, ઈત્યાદિને સુખ કે દુ:ખ માનવું એ બધા માનનારના મનને વિષય છે, અને ભનેત્તિ તેજ સુખ દુ:ખ એ વાત યથાર્થ છે. ટુંકામાં કહેવાનું તાત્પર્ય એમ છે કે વિશ્વવ્યવસ્થામાં સુખ કે દુઃખ એ એકાન્ત એક કઈ ભાવ નથી, એ વ્યવસ્થામાં જે ચાલે છે. તે બધું નિયમિત અને જે પ્રકારે તે વ્યવસ્થા અખલિત સચવાય તેવું છે, પછી તેમાં મનુષ્ય પિતાના મનથી સુખ દુ:ખ આપે છે એટલાથીજ તેને સુખ દુઃખ ભાસે છે. માણસ માત્ર અનુકુલ ઈચ્છે છે કે પ્રતિલને પરહરે છે; અને તેના આખા જીવનવ્યવહારનો ઉદ્દેશક સુખપ્રાપ્તિ અને દુ:ખ પરિવાર એ છે. સર્વ મનુષ્ય પોતાના મનથી કોઈ ને કોઈ સુખને પોતાની પ્રવૃત્તિમાત્રના કેન્દ્રરૂપે ધારતાંજ હશે. અર્થાત ઉત્તમ સુખ કયું ? પ્રયાસ શાને માટે કર્તવ્ય છે ? ક્લેશ શાને માટે નથી કર્તવ્ય ? એ અને એવા નાના ખુલાસે સર્વે પિત પિતાની બુદ્ધિ પ્રમાણે કરતાંજ હાવાં જોઈએ, કેમકે જો તેમ ન થતું હોય તે પ્રવૃત્તિજ બને નહિ. ત્યારે બુદ્ધિમાનને જોવાનું છે કે જેને ધર્મ કહેવામાં આવે છે; જેને મોક્ષરૂપે સ્થાપવામાં આવે છે, તે, આ સુખની ઉત્તમતા શામાં છે અને કેવે પ્રકારે તે ઉત્તમતા જાણવાથી જીવિતનો હેતુ સંપૂર્ણ રીતે સિદ્ધ થાય છે એ બતાવવાનો માર્ગ માત્રજ છે. બીજી રીતે કહીએ તે એક અથવા અન્ય પ્રકારે, નામ ગમે તે હા, પણ આ વાતના નિર્ણય વિના મનુષ્યપ્રવૃત્તિજ બનતી નથી, તો એ નિર્ણય અત્યારે બનીશકતો હોય તો કાલ ઉપર મુલતવી રાખવા જેવો નથી. ત્યારે મોક્ષ માટે પ્રયાસ શા માટે કરો ? એનું ઉત્તર થયું કે જે જે વાત સુખ દુઃખરૂપે લાગી રાગદેષ પેદા કરે છે તેનું બરાબર સ્વરૂપ સમજી પ્રવૃત્તિને સફલ અને સમાન કરવી એટલાજ માટે મેક્ષ માટેના પ્રયાસની અપેક્ષા છે એનેજ શાસ્ત્રમાં બંધનાશ કહે છે; અને બંધનાશ થતાં, હીરા ઉપરથી કચરે દૂર થતાં જેમ હીરાના પ્રકાશ ઝળકી ઉઠ્ઠ તેમ પરમાનંદ તે સ્વતઃ સિદ્ધજ અનુભવાય. આવો નિશ્ચય કર્યા વિના જીવિતજ અશકય છે, અને ગમે તેવા ખાટા નિશ્ચય કરી જીવિતને એળે ગાળવા કરતાં ઉત્તમોત્તમ માર્ગના શેધ સવેળા કરી ને તે પ્રમાણે અનુસરવું એમાં કશી માથાકૂટનો અવકાશજ નથી. - ૮ માક્ષ એટલે બંધનાશ અથવા સ્વરૂપસ્થિતિ, ત્યારે બંધનાશ થવા કે સ્વરૂપસ્થિતિ પામવા જે પ્રયાસ જોઈએ તે પુરૂષાર્થથી થાય કે પ્રારબ્ધથી ? - ઉ. આ પ્રશ્નનો ખુલાસો કરતા પહેલાં બંધનાશ અથવા સ્વરૂપસ્થિતિ તે મોક્ષ એનો જરાક સ્પષ્ટાર્થ કરવા જોઈશું. બંધ એટલે હું અને તું એવા જે ભેદ સમજાય છે તેના કારણરૂપ જે અભ્યાસ તે. અધ્યાસ એટલે જે વસ્તુ જે રૂપે નથી તેને તે રૂપે જેવી તે હ’ તું મૂલ વસ્તુમાં નથી છતાં તે વસ્તુને ભેજવાળી જોઇ એ અધ્યાસ. આ અભ્યાસને નાશ નાનથી થાય છે, કારણ કે અધ્યાસ ક૯િપત છે અને કલ્પિતની નિવૃત્તિ જ્ઞાનથી થાય છે, તેમાં પણ સૂક્ષ્મ સમજવાનું એ છે કે સાક્ષાત જ્ઞાન થતાની સાથેજ અભ્યાસ નિરવર્તે છે; એટલે એમ પણ કહેવાય કે બંધનાશ અથવા જ્ઞાનાનુભવસ્વરૂપસ્થિતિ એ બે એકજ વાત છે. આ પ્રકારે કહેવામાં ગૂઢ તા-પર્ય એ આવ્યું કે વસ્તુ તો અવિકૃત છે તેમની તેમ છે. માત્ર બંધથી કરીને તેને અનુભવ થતો નથી, માટે બંધક્ષયનીજ અપેક્ષા છે. ત્યારે મેક્ષ એવી કાઈ પ્રાપ્ય anahi | SITA CO EO TITA 2019 Sabarmati Ashram Preservation and Memorial Trust Gandhi Heritage Portal Fundamental Works: સુદર્શન ગધાવલી 26/50