પૃષ્ઠ:Sudarshan Gadyavali.pdf/૧૮૧

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

________________

2019//28 પ્રશ્નમાલા, ૧૨૭ વસ્તુ ન રહી, મિક્ષ સ્વતઃ સિદ્ધ છે, છે ને છેજ પણ તેમ સમજાતું નથી એટલા પ્રતિબંધને ક્ષય કરવો છે. આ પ્રતિબંધનાશ શાથી થાય ? એનાં ઉત્તર અનેક છે, પણ અત્ર તે એકજ વાતને નિશ્ચય માગે છે કે પ્રારબ્ધથી થાય કે પુરુષાર્થથી ? પ્રારબ્ધ એટલે શું ? કર્મ એટલે વસ્તુ માત્રને પિતાનાં પ્રાપ્ત થતાં સુખ દુઃખાદિની વાસના પેદા કરનાર કારણ તે કર્મ, અને તે અનાદિ. તેના જે ભાગ એક જીવિતકાલને માટે નિયતૃત્વ ધરાવતા હોય તે પ્રારબ્ધ. એ પ્રારબ્ધના યોગેજ મેક્ષ થાય ? કે એમાં પુરુષને કાંઇ કરવું પડે ? આ શંકાજ વાસ્તવિક નથી. એમ ધારો કે આપણે પ્રારબ્ધને માન્ય તાપણ આવી શંકા ન બને; કેમકે જે માણસ પ્રારબ્ધ સ્વીકારે છે તેને મનમાં એમ નક્કી કરી બેસવાનો અધિકારજ નથી કે “ આ હું તો પ્રારબ્ધ ઉપર આધાર રાખી બેઠે; ” તેને તો માત્ર પ્રેક્ષક રહી થાય તે ખમી કાઢવાનું છે. આમ જ્યારે નિષ્કર્ષ થયો ત્યારે જે વારતવિક ઉત્તર છે તેજ આવી રહ્યું કે પુરુષાર્થ અને પ્રારબ્ધ ઉભયને વિષય જુદે જુદે છે એટલે એ ઉભયની પ્રવૃત્તિ એકજ વિષયમાં માની શકાય નહિ ? પ્રારબ્ધ કાર્ય કારણરૂપ છે અને તેને દૈત હોય તેજ બને, અર્થાત જડ જે દૈતરૂ૫ છે તેને તે નિયમ લાગે છે; તે પરત્વે પુરુષાર્થને અવકાશજ નથી. ઉલટી રીતે જોતાં ચૈતન્ય જે સર્વદા એકજ છે જેમાં દૈત નથી તેને પુરુષાર્થ જ લાગુ થાય છે ને પ્રારબ્ધ છેજ નહિ. બીજી રીતે કહીએ તો જે એમ કહ્યું કે પ્રારબ્ધ માન્યા પછી તે પ્રેક્ષકની પૈઠે થાય તે ખમી કાઢવું એજ વાત આવી. પ્રેક્ષકની પેઠે સર્વને મિસ્યારૂપે જેનાર-છતાં ખમનાર કે ન પમનાર નહિ એટલે તફાવત–તેજ ચતન્ય, અને પ્રારબ્ધથી જે થવાનું થાય તે ખમવાનું જેને તે જડ. એટલે કે મેક્ષ એટલે સ્વરૂપસ્થિતિ તેમાં તો પુરુષાર્થને જ અવકાશ છે; માત્ર બંધ ક્ષયમાં કાંઈક પ્રારબ્ધનો વિભાગ છે..“ કાંઇક ” એમ કહેવામાં તાત્પર્ય એ છે કે જ્ઞાનાનુભવસાક્ષાત સ્વરૂપસ્થિતિ–તેનું જ નામ બંધક્ષય એમ આગળ કહેલું છે; એટલે સ્વરૂપસ્થિતિ જે પુરુષાર્થથી સધાઈ તે બંધ ક્ષય સ્વતઃ સિદ્ધ જ છે. પ્રારબ્ધનો જે કાંઈક અંશ તે નહિ જેવાજ રસ્થા, આવા પુરુષાર્થની અનુલતા થાય એટલેજ રહ્યું. ' પ્રશ્ન. અધ્યાતમમંડલમાં સામીલ થનારાઓને અત્યંત ત્યાગી થવું પડે છે એ ખરું ? ઉત્તર. આ મંડલના કોઈપણ નિયમમાં એવું છેજ નહિ. અધ્યાત્મમંડલનો ઉદ્દેશ એ નથી એટલું જ નહિ પણ કોઈને એવી ત્યાગવૃત્તિ રાખવી જોઈએ એમ અવશ્ય કરી કહેવામાં આવતું નથી. પણ એક વાત તે એ કે પરમાર્થ કરવા માટે સ્વાર્થનો ત્યાગ કરવો. આ ત્યાગ કહેવાય તે ભલે. પ્રશ્ન. ત્યારે કેટલાંક એ ભંડલનાં માણસે માંસાહાર તજે છે અને લગ્ન કરવા ખુલ્લી રીતે ના પાડે છે એનું શું કારણ ? | ઉત્તર. એ પણ સ્વાભાવિક છે, કારણ કે જેઓ અંતઃકરણપૂર્વક આ મંડલના પ્રસાર અને ભલા માટે શ્રમ લે છે તેઓ એ મંડલની ગુપ્ત શાખામાં પણ દાખલ થયેલા હોય છે. ( પ્રશ્ન. ત્યારે શું ગુપ્ત શાખામાં દાખલ થયા હોય તેને ત્યાગ કરવો પડે છે ? ઉત્તર. એવુ તો ખાસ છેજ નહિ. પણ એ બાબત ચર્ચા આગળ ચલાવતાં પહેલાં એ મંડલમાં ત્યાગને પ્રકાર શું છે તે જરા જાણવું જોઈયે. માટે સાંભળો:-જેઆ અધ્યાત્મવિધાને ખરે ખર અભ્યાસ માંડી બેઠા છે અને આ મંડલને માટે ખરો શ્રમ લે છે તેઓ માત્ર સત્ય શું છે તેને માત્ર પરીક્ષ અનુભવ કરવા ઈચ્છા રાખતા નથી. તેએાની આકાંક્ષા andhi Heritage 2019 Sabarmati Ashram Preservation and Memorial Trust Gandhi Heritage Portal Fundamental Works: Yeelt olulal 27/50