પૃષ્ઠ:Sudarshan Gadyavali.pdf/૨૦૩

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

________________

2019/4/28 પ્રાણવિનિમય. ૧૪૯ પ્રાણવિનિમય. ( ૧૨ ) પ્રાણુવિનિમયની માહીતી આપણી ભાષાદ્રારા કરવાને એક લેખ પ્રસિદ્ધ થયે છે; એ લેખ પ્રસિદ્ધ કરતી વખતે મનમાં એમ શંકા હતી કે કેટલાક લેક એને દુરુપયોગ કરશે. આ શંકાને લીધે ગ્રંથ નજ છપાવ એમ પણ તર્ક થયેલા, પરંતુ અંગ્રેજી ભાષામાં આજ કાલ એટલા બધા ગ્રંથો એ બાબત ઉપર થયેલા છે, ને તે દ્વારા એટલા બધા લોકોએ એ બાબત જાણી છે, કે ગમે તે પ્રકારે પણ એ વાત જ્યારે ત્યારે આપણી ભાષાદ્વારા પણ બહાર આવ્યા વિના રહેવાની નથી એમ સમજી, યોગ્ય સૂચનાદિ સમેત સવેળા તે વાત તેના ભય આદિના વિચાર સહિત પ્રસિદ્ધ કરવી એ ઉચિત જણાયું. ગ્રંથની પ્રથમ આવૃતિ છપાયાની સાથેજ બે ચાર માસમાં એક કે બીજી રીતે તે પૂર્ણ થઈ ગઈ. ચમત્કાર જેવા જેમાં આભાસ હોય તે વાત મનુષ્યના સ્વાર્થ મય સ્વભાવને બહુ મીઠી લાગે છે, ને જે તે પ્રકારે તેને હાથ કરવા માણસે બહુ ઈચ્છા રાખે છે. માન, પ્રતિષ્ઠા, વખતે કમાણી, એ આદિ અનેક અનેક પ્રકારે સ્વાર્થની સૂમ જાળમાં ફસેલાં મનુષ્ય આવી વાતો ઉપર હાથ નાખી બહાર નીકળવા યત્ન કરે છે–પશુ હુ પિકારીને કહું છું કે એવાં માણસ બહાર નીકળવાને બદલે જાળમાં વધારે બંધાતાં જાય છે, વધારે ઉંડાં કળતાં જાય છે. એક મનુષ્ય બીજા મનુષ્ય ઉપર પોતાના મનની અસર કરવી તે શા માટે ? તેને પોતાને સ્વાધીન કરવા ? તેનું કાંઈ હરી લેવા ?—તેનું વિત્ત, તેનું શીલ, તેનું વીય, તેનું પરાક્રમ-ક્ષીણ કરવા ? સૈકામાં તમાશા કરી જુડી અને ક્ષણિક પ્રતિષ્ઠા મેળવવા ? જ્યાં સુધી સ્વાથને લેશ પણ, ગમે તે આકારે, હૃદયમાં રહેલા છે ત્યાં સુધી આવા પ્રયોગ કરનારને તેમ કરાવનારને છેવટે હાનિ સિવાય બીજું કાંઈ મળતું નથી એ નિશ્ચય જાણજે. પ્રાણવિનિમય કરનારે શા આધારે પ્રયોગ ચલાવે છે ? જે અતિ સૂક્રમમાં સૂમ પ્રાણતત્વ છે તે તેનું મુખ્ય સાધન છે, અને એ તત્વદારા અને પ્રવેશ છેક આકાશતત્વ પર્યત થાય છે. આ આકાશતત્વમાં કરોડો પ્રકારનાં વિવિધ સો-સત્વ શબ્દ ન ચતા હોય તો બલ કહે--વસે છે, તેમની પ્રકૃતિ સારી હોય છે એમ હોતુ નથી. એટલું જ નહિ પણ એ આકાશમાં જંતુમાત્રનાં કર્મ-કરેલાં કરાતાં કામ–ના સંસ્કાર એવા દઢ રીતે જડાયેલા હોય છે કે કોઈવાર પણ ત્યાંથી તે નાબુદ થતા નથી, તેમના મૂલ કરનારને વખત આવ્યે સર્વથા વળગેજ છે. આ તત્વ સાથે પ્રાણુવિનિમય કરનાર રમત કરે છે. સવાગે વિષપૂર્ણ એવા કોઈ નાગના ભારા સાથે, કે ચોતરફ ધારવાળા અને મૂઠ વગરની તરવારાના ઢગલા સાથે, વગર વિચારે રમત કરવી તે આ રમત કરતાં વધારે સલામતી ભરેલી છે. બે ચાર માર્જન કરતાં આવડ્યાં, દષ્ટિ પા કલાક લગી સ્થિર રાખતાં આવડી, ને પાંચ મિનિટ મનવૃત્તિ ( સંકલ્પ)ને એકના એક વિચારપર ટકાવતાં ફાવ્યું, એટલે સિદ્ધ થઈ જવાયું ! સુક્ષ્મ પ્રાણુ અને આકાશના ગહન અને વિકટ માર્ગનું રહસ્ય હાથ આવી ગયું'! જાણો કે એ આકાશમાંથી અનેક ભયંકર સ તમારી સ્વાર્થ વૃત્તિ-પછી તે ગમે તેવી ગુપ્ત હા–તેના આકર્ષણથી તમારા ઉપર પાતાનો પંઝા ચટાડશે, જે વિધેયને તમે એટલા વખત માટે મનેબલહીન ર્યો છે, તેનામાં નિરંતરને માટે વાસ કરો—કાણુ જાણે તમારામાં કેવી નીચ બુદ્ધિ, તેનામાં કેવા વિકટ ગાંડાand haleinlitade Porta 2019 Sabarmati Ashram Preservation and Memorial Trust Gandhi Heritage Portal Fundamental Works: સુદર્શન ગધાવલી 49/50