પૃષ્ઠ:Sudarshan Gadyavali.pdf/૨૧૪

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

________________

2019/4/28 સુદર્શનગદ્યાવલિ, પાસે પણ એમ કહેવરાવી શકતા કે અમારી દશા છે તેવીજ મહા સુખકર છે ! અમને જે સાંકળે બાંધેલી છે તેજઅમને રચે છે !જેણે સ્વાતંત્રયનો અનુભવ કર્યો નથી, ટેકા વિના રસ્તા ન જ જડે એવી જેમની ચર્મ ચક્ષુ અંધ થઇ અંતર્ગક્ષને પણ બંધ કરી શકી છે તેમને સંપૂર્ણ પ્રકાશમય આમ સ્વાતંત્રય ન રુચે એ કાંઈ આશ્ચર્ય જેવું નથી. પરંતુ જાણવું જોઈએ કે ભેદમયતાને લીધે આપણા આર્યાવર્તના વિનાશ થયે છે, વ્યક્તિ વ્યક્તિના, કુટુંબ કુટુંબના, નાત નાતના, ગામ ગામના, ધમ ધમના, પંથ પંથના, મત મતના, જે ભેદ થયા છે તેજ આપણને ડુબાવતા આવ્યા છે અને કુબાવશે. માટે એક વાર પણ આંખેને ઉધાડીને તપાસ કરી વિચાર કરે એ વિચારવાની ફરજ છે. મેક્ષની તમને ઇચ્છા હોય તો તે સ્વતઃ સિદ્ધ અભેદમાંજ છે. એને માટે ગુરુ આચાર્ય શાસ્ત્ર સંપ્રદાય પ્રાણાયામ કે પ્રાણુવિનિમય કશાની જરૂર નથી. તે તે સ્થાને પૂછો, જુઓ, વિચારે, પણ હાથ પગ બાંધીને આત્મસ્વાતંત્રય તજવામાં તે તમારી પિતાની તેમ આખા દેશની હાનિજ છે. માણસને જે ખરી મુમુક્ષતાજ હોય તે માણસે આટલા બધા ન હગાય એમ મારી પ્રતીતિ છે પરંતુ “ જ્યાં લોભીઓ વસે ત્યાં ધૂતારા ભૂખે ન મરે ” એ ધાટ ચાલ્યા છે, એલે “ શિષ્ય ગર્દભ અને ગુરુ કુંભાર ” ની પરંપરા વિસ્તર્યો જાય છે. માણસે મેક્ષ ઈચ્છતા હોય તો તે તે સહજ છે “ મમત્વ દૂર કરો” એ સાત અક્ષરમાંજ: રહેલું છે, પણ કોઈને છોકરાં જોઈએ છીએ, કોઈને પૈસા જોઈએ છીએ, કાઈને બાયડી જોઈએ છીએ, કોઈને અધિકાર જોઈએ છીએ, કોઈને સિદ્ધિ ચમત્કાર જોઈએ • છીએ, કોઈને ઓળખાણુ પીછાણુ વગ વશાલે જોઈએ છીએ, એટલે માક્ષ તે કયાંને કયાં રહે છે અને અનેક પ્રપંચની જાળમાં લેક ફસાતા ચાલે છે, અને પોતાના સ્વાર્થ આગળ એટલું પણ વિચારી શકતા નથી કે તે સ્વાર્થ કરી આપવાની શક્તિ હોવાનું જે માણસ અભિમાન રાખે છે તે પોતે પોતાની જાત સારૂ શામાટે આવી વણિગૃત્તિ વિસ્તારી રસ્થા છે! જાતે તો લાભ ન લેવાય એ વાત તૂત છે; જે વાતો, આ પ્રસંગે, પ્રસંગે, એકને અનિષ્ટ છે તે સર્વને તેટલી ને તેવીજ અનિષ્ટ છે. આજકાલ પાશ્ચાય જડવાદ અને વ્યક્તિપ્રધાન ભેદનીતિને આધારે પ્રવર્તે નવીનવાદ કાંઈક પાછા હટતો જાય છે, અને પ્રાચીનતા ઉપર લેકની અભિરુચિ સારી વધતી ચાલે છે એ આ દેશના શુભેાદયનું ચિન્હ છે. પરંતુ લોકેની તેવી વૃત્તિનો લાભ લેવા માટે જે લેકે, આજકાલ, યોગી, સંન્યાસી, ગુરુ, આદિ રૂપે, તેમજ આમથી તેમથી ચોરી લાવી ગમે તેવી યોજના કરી ચમત્કાર અને મોક્ષના માર્ગ રૂપ નુસખાઓનાં પુસ્તકોના પ્રસિદ્ધકતરૂપે, જે વણિવૃત્તિ વિસ્તારી રહ્યા છે, તેમાં કસીને પોતાનું તેમ દેશનું અકલ્યાણ કરતાં સત્યાનુયાયી. જને બચે એ હેતુથીજ મેં આટલી ચેતવણી આપવી ઉચિત ધારી છે. પાછલાં પંદર વધમાં મને એવા ઘણા પુરા અને ગ્રંથાના અનુભવ થવાથી મારા આ નિશ્ચયે બહુ દઢ થયા છે, અને તે ખરા મુમુક્ષુઓને ઉપયોગી થાય એ હેતુથી મેં પ્રસિદ્ધ કર્યા છે. એમાં કોઈના વૃત્તિ દુભવવાનો મારો હેતુ નથી, જેણે સર્વમયતા ગ્રહી છે એવા મહાત્મા નથી એમ કહેવાનું તાત્પર્ય નથી, કાઈની નિંદા કે સ્તુતિ નથી; છતાં જેને તેમ લાગે તેની અનેકવાર ક્ષમા યાચવી એ મારા જેવા અજ્ઞ મુમુક્ષુનો ધર્મ છે. માર્ચ ૧૮૮૩ Gandhi Heritage Portal 2019 Sabarmati Ashram Preservation and Memorial Trust Gandhi Heritage Portal Fundamental Works: સુદ ઈન ગધાવલી 10/50